આઝાદ ભારતના ઇતિહાસની પહેલી ઘટના

02 November, 2019 03:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

આઝાદ ભારતના ઇતિહાસની પહેલી ઘટના

નવી દિલ્હી : (જી.એન.એસ.) છેલ્લાં છ વર્ષમાં કુલ ૯૦ લાખ નોકરીઓ ઘટી હતી એવું ચોંકાવનારું તારણ એક રિપોર્ટમાં પ્રગટ થયું હતું. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઑફ સસ્ટેઇનેબલ અૅમ્પ્લોયમેન્ટ દ્વારા પ્રગટ કરાયેલા રિપોર્ટમાં જણાવાયા મુજબ દેશ આઝાદ થયા પછી પહેલીવાર આવું બન્યું હતું. સંતોષ મેહરોત્રા અને જે. કે. પરિદા દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં જણાવાયા મુજબ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૭-૧૮ વચ્ચે દેશમાં નોકરીઓમાં ભારે ઘટાડો નોંધાયો હતો. 

સંતોષ મેહરોત્રા પંડિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સના પ્રોફેસર છે અને જે. કે. પરિદા સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ પંજાબના અધ્યાપક છે. તેમણે જણાવ્યા મુજબ છેલ્લાં છ વર્ષમાં કુલ ૯૦ લાખ નોકરીઓ ઘટી હતી. જો કે બીજા એક રિપોર્ટ મુજબ છેલ્લાં પાંચ-છ વર્ષમાં એક કરોડ ચાલીસ લાખ નોકરીઓ વધી હતી.
આ બન્નેને વડા પ્રધાનના આર્થિક સલાહકારોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રસપ્રદ વિગત એ છે કે પંડિત જવાહરલાલ યુનિવર્સિટીના ઔર એક સંશોધક હિમાંશુએ તૈયાર કરેલા રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે છેલ્લાં છ વર્ષમાં એક કરોડ વીસ લાખ નોકરીઓ ઘટી હતી.

national news