દેશમાં ૩૭ ટકા વધુ વરસાદ પડ્યો છે

23 June, 2021 09:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મધ્ય ભારતમાં ૯૨.૨ મિલીમીટર સામે ૧૪૫.૮ મિલીમીટર વર્ષા થઈ

ફાઈલ તસવીર

દેશમાં અત્યાર સુધીમાં (ચોમાસું બેઠા પછીના ટૂંકા ગાળામાં) ૩૭ ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે.

દેશમાં સામાન્ય રીતે ૨૧ જૂન સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ૪૦.૬ મિલીમીટરના સામાન્ય પ્રમાણ સામે ૭૧.૩ મિલીમીટર વરસાદ પડ્યો, જે ૭૬ ટકા વધુ છે. મધ્ય ભારતમાં ૯૨.૨ મિલીમીટર સામે ૧૪૫.૮ મિલીમીટર વર્ષા થઈ, જે ૫૮ ટકા વધુ છે. દ​ક્ષિણમાં ૨૪ ટકા વધુ થઈ અને બધુ ગણતરીમાં લેતાં એકંદરે સામાન્ય પ્રમાણ કરતાં ૩૭ ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે.

national news indian meteorological department