ઓમાઇક્રોનના કમ્યુનિટી ટ્રાન્સમિશનના સંકેત મળ્યા

17 January, 2022 10:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૨૬૪ સૅમ્પલ્સમાંથી ૬૮.૯ ટકા (૧૮૨) ડેલ્ટા વેરિઅન્ટ અને એના સબ-વેરિઅન્ટ્સથી સંક્રમિત જોવા મળ્યા હતા

ફાઇલ તસવીર

દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સર્વિસિસ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સ્ટડીમાં ઓમાઇક્રોન વેરિઅન્ટના કમ્યુનિટી ટ્રાન્સમિશનના સંકેત મળે છે, કેમ કે આ વેરિઅન્ટથી સંક્રમિત મોટા ભાગના દરદીઓની કોઈ ટ્રાવેલ-હિસ્ટરી નથી. 
વાયરોલૉજી ડિપાર્ટમેન્ટના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૨૬૪ સૅમ્પલ્સમાંથી ૬૮.૯ ટકા (૧૮૨) ડેલ્ટા વેરિઅન્ટ અને એના સબ-વેરિઅન્ટ્સથી સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે ૩૧.૦૬ ટકા (૮૨) ઓમાઇક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. 
આ સ્ટડીમાં એમ પણ જોવા મળ્યું હતું કે ઓમાઇક્રોનના મોટા ભાગના કેસમાં કોઈ લક્ષણો નહોતાં અને હૉસ્પિટલાઇઝેશનની જરૂર નહોતી. 
૨૬૪ કેસમાંથી ૭૨ જણ ફુલ્લી વૅક્સિનેટેડ હતા અને માત્ર ૩૯.૧ ટકાની જ ટ્રાવેલ-હિસ્ટરી કે કોરોનાથી સંક્રમિત વ્યક્તિના કૉન્ટૅક્ટમાં આવ્યા હતા. બાકીના ૬૦.૯ ટકા કેસથી કમ્યુનિટી ટ્રાન્સમિશનનો સંકેત મળે છે.

national news Omicron Variant