તો ચાલી રહી છે તમારી તપાસ

15 December, 2014 05:43 AM IST  | 

તો ચાલી રહી છે તમારી તપાસ




રશ્મિન શાહ

વિશ્વની સૌથી મોટી પૉલિટિકલ પાર્ટી બનવાના હેતુથી ‘સશક્ત ભાજપા, સશક્ત ભારત’ના નારા હેઠળ દેશભરમાં મેમ્બરશિપ ખુલ્લી મૂકનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈએ મેમ્બરશિપ નોંધાવી છે એ બધા વિશે અંદરખાને અત્યારે તપાસ ચાલી રહી છે. ઇન્ટરનેટ કે ૧૮૦૦૨૬૬૨૦૨૦ નંબર પર મિસ્ડ કૉલ આપીને મેમ્બર બનનારાઓમાં ખોટી અને ખરાબ વ્યક્તિ આવી ન જાય એ માટે બનનારા મેમ્બર વિશે ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે. ખાનગી રાહે ચાલી રહેલી આ તપાસ વિશે પાર્ટીએ પણ સ્વીકાર્યું હતું. BJP કોર કમિટીના સિનિયર મેમ્બર અને BJPના વાઇસ પ્રેસિડન્ટ દિનેશ શર્માએ કહ્યું હતું કે ‘પાર્ટીમાં કોઈ ખરાબ બૅકગ્રાઉન્ડવાળી વ્યક્તિ આવી ન જાય એવા હેતુથી આ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે સ્થાનિક કાર્યકરોની હેલ્પ લેવામાં આવે છે. અત્યારે આ તપાસ રૅન્ડમલી ચાલે છે, પણ માર્ચથી આ તપાસને ઑફિશ્યલી લૉન્ચ કરવામાં આવશે.’

BJP દ્વારા ઑનલાઇન કે ફોન, મોબાઇલ પર નોંધાવવામાં આવેલી મેમ્બરશિપમાં જો કોઈ નામ વિવાદાસ્પદ, શંકાસ્પદ કે પછી જાણીતું દેખાય તો એ નામ અને અન્ય વિગત અલગ તારવીને એ મેમ્બરના વિસ્તારના BJPના સિનિયર હોદ્દેદારોને મોકલી આપવામાં આવે છે. મોકલવામાં આવેલી એ વિગતના આધારે અડતાલીસ કલાકમાં જ વળતી ઈ-મેઇલ પર એ વ્યક્તિની આખી કુંડળી મોકલી દેવામાં આવે છે. અત્યારે દર સો વ્યક્તિએ પાંચ વ્યક્તિનો આ સર્વે થઈ રહ્યો છે, પણ માર્ચ મહિનાથી તમામેતમામ મેમ્બરની વિગત લોકલ કાર્યાલય પર પહોંચાડવામાં આવશે અને એ વ્યક્તિની બધી તપાસ કરવામાં આવશે.

ગ્થ્ભ્નો ટાર્ગેટ છે કે આ નાણાકીય વર્ષ પૂરૂ થાય એ પહેલાં મોબાઇલ અને ઇન્ટરનેટ દ્વારા દસ કરોડથી વધુ મેમ્બર બનાવીને વિશ્વની સૌથી મોટી પૉલિટિકલ પાર્ટીના લિસ્ટમાં ગ્થ્ભ્ને પહેલા નંબર પર લઈ આવવી. આવતું વર્ષ BJP સંગઠન પર્વ તરીકે ઊજવી રહી હોવાથી મેમ્બરશિપ માટેની આ મૉડર્ન સિસ્ટમ અપનાવવામાં આવી છે.