સની લીઓન પર સેન્સરશિપ નથી લાગુ કરતા તો પછી ફેસબુક પર શા માટે?

08 December, 2011 06:45 AM IST  | 

સની લીઓન પર સેન્સરશિપ નથી લાગુ કરતા તો પછી ફેસબુક પર શા માટે?



સની લીઓન ઇન્ડો-કૅનેડિયન પૉર્નસ્ટાર છે જેણે કલર્સ ચૅનલ પર પ્રસારિત થતા ટીવી રિયલિટી શો ‘બિગ બૉસ’માં ભાગ લઈને ભારે વિવાદ ઊભો કર્યો છે. અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે હજારો બાળકો ઇન્ટરનેટ પર સર્ચ કરે છે અને પૉર્ન વેબસાઇટ્સના સંપર્કમાં આવે છે.

ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સેન્સરશિપનો વિરોધ કરતાં કહ્યું હતું કે હાલની કેન્દ્ર સરકાર અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય છીનવી લેવા માગે છે. ગઈ કાલે પણ સાઇબરજગતમાં કપિલ સિબલ સામે  ઉગ્ર ટિપ્પણીઓ થતી રહી હતી.