જો રસી નહીં શોધાય તો ભારતમાં ૨૦૨૧માં રોજના ૨.૮૭ લાખ કેસ

09 July, 2020 09:11 AM IST  |  Mumbai Desk | Agencies

જો રસી નહીં શોધાય તો ભારતમાં ૨૦૨૧માં રોજના ૨.૮૭ લાખ કેસ

પ્રતીકાત્મક તસવીર

એક અભ્યાસમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી ૨૦૨૧ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે તે પછી અમેરિકાનો ક્રમ રહેશે.
જો કોરોનાની રસી નહીં શોધાય તો આવતા વર્ષના પ્રારંભે ભારતની દશા ઘણી ખરાબ થશે. એમઆઇટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૧ પહેલાં ભારતમાં રોજ ૨.૮૭ લાખ કેસ નોંધાતા જશે. વિશ્વની ૬૦ ટકા વસ્તીને આવરી લેતો ૮૪ દેશોમાંથી ટેસ્ટિંગ અને કેસ ડેટાના સમન્વયથી આ અભ્યાસ હાથ ધરાયો છે. એમઆઇટીના અભ્યાસ મુજબ જો સારવાર નહીં મળી શકે તો માર્ચથી મે ૨૦૨૧ દરમ્યાન વિશ્વસ્તરે ૨૦ કરોડથી ૬૦ કરોડ વચ્ચે કેસ હશે.

coronavirus covid19 national news new delhi