`મોદી બન્યા છે તો નીતિશ કુમાર પણ બની શકે છે PM` - મીટિંગ પહેલા બોલ્યા તેજસ્વી

12 August, 2022 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા તો નીતિશ કુમાર પણ મુખ્યમંત્રી બની શકે છે. તેમનું આ નિવેદન ત્યારે આવી રહ્યું છે, જ્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે આજે સાંજે 5.30 વાગ્યે તેજસ્વી યાદવ કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે

તસવીર સૌજન્ય મિડ-ડે

બિહારના નવા ઉપમુખ્યમંત્રી અને રાજદ નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav)એ કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા તો નીતિશ કુમાર પણ મુખ્યમંત્રી બની શકે છે. તેમનું આ નિવેદન ત્યારે આવી રહ્યું છે, જ્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે આજે સાંજે 5.30 વાગ્યે તેજસ્વી યાદવ કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી સાથે મુલાકાતમાં તેજસ્વી રાજ્યમાં મંત્રીમંડળ ગઠન અને કૉંગ્રેસના મંત્રીઓને સામેલ કરવા પર ચર્ચા કરી શકે છે. 2015ની મહાગઠબંધન સરકારમાં પણ કૉંગ્રેસ સરકારમાં સામેલ હતી. આ વખતે પણ કૉંગ્રેસ સરકારમાં સામેલ હોઈ શકે છે.

તેજસ્વીએ નીતિશના પીએમ બનવાની શક્યતા પર કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમનો અનુભવ સૌથી વધારે નીતિશ કુમારનો રહ્યો છે, અને તેમના જેવા બીજા કોઇ કદાવર નેતા નથી. જો કે, તેજસ્વીએ કહ્યું કે નીતિશ કુમાર પીએમ બનવા માગશે કે નહીં, તે તેમના પર નિર્ભર છે.

તો, એનડીએનો સાથ છોડ્યા પછી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરે લામબંધી શરૂ કરી દીધી છે. નીતિશ કુમારે શુક્રવારે વિપક્ષી પાર્ટીઓને અપીલ કરી છે કે બધા વિપક્ષી દળ એક સાથે ચાલે અને બધા એકત્ર થાય.

nitish kumar national news