સાંસદો-ધારાસભ્યો સારું પર્ફોર્મ ન કરે એની જવાબદારી પક્ષપ્રમુખની

26 December, 2018 05:52 PM IST  | 

સાંસદો-ધારાસભ્યો સારું પર્ફોર્મ ન કરે એની જવાબદારી પક્ષપ્રમુખની

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી

કેન્દ્રના ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે ભાજપના પ્રમુખ અમિત શાહ તરફ આડકતરો નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યો સારું પર્ફોર્મ ન કરે તો એની જવાબદારી પક્ષપ્રમુખે લેવી જોઈએ. થોડા દિવસ પહેલાં પરાજયો અને નિષ્ફળતાઓની જવાબદારી પક્ષના નેતૃત્વે લેવી જોઈએ એવા વિધાન દ્વારા વિવાદ જગાવ્યા પછી ગડકરીએ ફરી એ વિષયને છંછેડ્યો છે.

દિલ્હીના વિજ્ઞાનભવનમાં ઇન્ટેલિજન્સ બ્યુરોની ૩૧મી વ્યાખ્યાનમાળામાં પ્રવચન દરમ્યાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘ગૃહમંત્રાલયની સફળતા એના તાલીમબદ્ધ અને કુશળ IAS તથા IPS અમલદારોને કારણે છે. ઉચિત તાલીમ મહkવપૂર્ણ છે. મને એમ લાગે છે કે મોટા ભાગના IAS અને IPS અમલદારો સ્વચ્છ હોવા સાથે સારી કામગીરી બજાવે છે, પરંતુ જો હું પક્ષનો પ્રમુખ હોઉં અને મારા પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યો સારી કામગીરી ન બજાવતા હોય તો એની જવાબદારી કોની ગણાય?’

દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના એક પ્રવચનને યાદ કરતાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘સિસ્ટમ સુધારવા માટે અન્ય તરફ શા માટે આંગળી ચીંધો છો? પોતાના તરફ કેમ આંગળી ચીંધતા નથી? જવાહરલાલ નેહરુ કહેતા હતા કે ભારત દેશ નથી, જનસંખ્યાનો સમૂહ છે. બીજી બાજુ તેઓ કહેતા હતા કે દેશની દરેક વ્યક્તિ દેશની સામે સમસ્યા, એક પ્રfન છે. મને તેમનું એ ભાષણ ખૂબ ગમે છે. હું એટલું તો કરી શકું કે દેશની સામે સમસ્યા ન બનું. જો દરેક વ્યક્તિ એવું નક્કી કરે કે તે દેશની સામે સમસ્યારૂપ નહીં બને તો અડધા પ્રfનોનો ઉકેલ આવી જાય. બીજી બાબત એ છે કે મારી સાથે કોઈએ અન્યાય કર્યો હશે, પરંતુ હું કોઈની સાથે અન્યાય નહીં કરું.’