દુનિયાને ચીન કરતાં ભારત પર વધુ વિશ્વાસ: IDMA પ્રમુખ

09 April, 2020 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દુનિયાને ચીન કરતાં ભારત પર વધુ વિશ્વાસ: IDMA પ્રમુખ

ઈન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ અસોસિએશન (IDMA)ના પ્રમુખ મહેશ દોષી

ભારત સરકારે માર્ચ મહિનામાં દવાઓની નિકાસ પર મુકેલો પ્રતિબંધ અમેરિકન સરકારના કહેવાથી હટાવી દીધો છે. તેમાં કોરોના વાયરસ (COVID-19)ના ઈલાજ માટે વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને પેરાસિટામોલનો પણ સમાવેશ છે. નિકાસ પ્રતિબંધ હટાવ્યા બાદ જાતજાનતી ચર્ચાઓ થઈ રહી છે કે અમેરિકાએ ભારતને પ્રતિબંધ હટાવવા માટે ધમકાવ્યું હતું, પ્રતિબંધ હટાવ્યો તો તેના બદલામાં અમેરિકા પાસેથી કંઈક કામ કઢાવ્યું હશે. ફાર્મા ઈન્ડસ્ટ્રીના મતે ભારતમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગી HCQ ટેબ્લેટ્સનો 10 કરોડથી વધુ જથ્થો ઉપલબ્ધ છે. તે સિવાય વિશ્વને પણ આપણે દવા પૂરી પડી શકીએ તેટલો જથ્થો છે. અમેરિકા હોય કે દુનિયાના અન્ય દેશો, દવાની વાત આવે ત્યારે ચીન કરતાં ભારત પર દુનિયા વધુ વિશ્વાસ કરે છે, તેમ ઈન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ અસોસિએશન (IDMA)ના પ્રમુખ મહેશ દોષીએ કહ્યું હતું.

મહેશ દોષીએ કહ્યું હતું કે, વાની ગુણવત્તા અને વિશ્વસનીયતાની જયા સુધી વાત છે તો United States Food and Drug Administration (USFDA)ની માન્યતા વાળા પ્લાનટ અમેરિકાની બહાર ક્યાય હોય તો તે ભારતમાં છે. પેરાસિટામોલ અને HCQ જેવી દવાઓના ઉત્પાદનમાં ચીન ભારત કરતા વધુ સમૃધ્ધ છે પરંતુ ચીન પાસે USFDA માન્ય ઉત્પાદન પ્લાન્ટ નથી. એટલે  દવાની બાબતમાં વિશ્વાસની વાત આવે ત્યારે અમેરિકા સહીત દુનિયાનો કોઈ પણ દેશ ભારત ઉપર વધારે વિશ્વાસ રાખે છે. આપણું એક સ્ટાન્ડર્ડ છે અને આપણે ત્યાં બનતી દવાઓની વિશ્વસનીયતા વધુ છે.

પ્રતિબંધ હટાવવવા સામે ભારતે કોઈ માંગણી કરી છે તેચી ચર્ચાઓએ જોર પકડયું છે તે બાબતે દોષીએ કહ્યું હતું કે, આ બનાવમાં બાર્ગેનિંગ કરવાનો કોઈ પ્રશ્ન નથી અને આવું કરવા માટેનો આ યોગ્ય સમય પણ નથી. ભારત ફાર્મસીના હબ તરીકે જાણીતું બન્યું છે અને આપણે ગ્લોબલ ફેમીલીમાં માનીએ છીએ. તેમજ ભારત સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ મુક્યો તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે, ચીનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે અને ચીનનું વુહાન ડ્રગ્સના કાચા માલના મુખ્ય કેન્દ્રોમાંનુ એક છે. ચીનમાંથી થતા માલની સપ્લાય ફેબ્રુઆરી મહિનાથી જ અટકી પડી હતી. એટલે ભારત સરકાર ખાતરી કરવા માંગતી હતી કે દેશમાં કૌઈ વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોચી વળવા માટે આપણ પાસે કેટલી પુરતી તૈયારી છે. એટલે તકેદારીના પગલે કેન્દ્ર સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ મુકયો હતો. દરમ્યાન સરકાર ફાર્મા ઉદ્યોગ સાથે સતત સંપર્કમાં હતી અને તેમણે ખાતરી પણ આપી હતી કે ભારતીય દવા કંપનીઓ પાસે પુરતો કાચો માચલ છે અને તેઓ દવા બનાવવા સક્ષમ પણ છે.

ભારતીય ઉત્પાદકો રો-મટીરિયલથી લઈને ઉત્પાદન અને સપ્લાય કરવા માટે પૂરી રીતે સક્ષમ છીએ. HCQનું ઉત્પાદન કરતી ઇપ્કા લેબોરેટરીઝ અને ઝાયડસ કેડિલા પાસે પુરતી ક્ષમતા પણ છે. આ બે કંપનીઓ જ મહીને 20 કરોડ ટેબલેટ્સનું ઉત્પાદન કરી શકે છે. સરકારે પણ તકેદારીના ભાગરૂપે 10 કરોડ ટેબલેટ્સનો સ્ટોક કર્યો છે. આ ઉપરાંત પણ જો દેશ અને દુનિયા માટે વધુ જરૂરિયાત ઉભી થાય તો આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, તેમ દોષીએ જણાવ્યું હતું.

અમેરિકા અને અન્ય દેશોમાં પેરાસિટામોલ અને HCQ પહેલા પણ નિકાસ થતી હતી અને થાય પણ છે. કોરોના વાયરસન અગાઉ ભારત 8-10 ટન હાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ કરતુ જ હતું. કોરોનાના કારણે હવે તેની માગમાં અચાનક જ બહોળા પ્રમાણમાં વધારો થયો છે. સરકારે પ્રતિબંધ દરમિયાન જેમની પાસે આ દવાનો ઓર્ડર તૈયાર હોય તેમને લાઈસન્સ બેઝ ઉપર એક્સપોર્ટ કરવાની છુટ આપી હતી. જોકે, 3 માર્ચે પ્રતિબંધ મુકાયા બાદ કોઈએ નિકાસ કરી નોહતી.

coronavirus covid19 food and drug administration national news