ICICI Bankનાં પૂર્વ ચેરમેન ચંદા કોચરનાં પતિ COVID-19 પૉઝિટિવ

14 September, 2020 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ICICI Bankનાં પૂર્વ ચેરમેન ચંદા કોચરનાં પતિ COVID-19 પૉઝિટિવ

દિપક કોચર

તાજેતરમાં જ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આઈસીઆઈસીઆઈ બૅન્કની પૂર્વ ચેરમેન ચંદા કોચરનો પતિ દિપક કોચરની ધરપકડ કરી હતી, જે હવે કોવિડ-19 પૉઝિટિવ થયા છે.

દિપક કોચરને ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. તેના કાઉન્સિલ વિજય અગરવાલ રવિવારે તેમને ઈડીની ઑફિસમાં મળ્યા અને પોતે પણ સેલ્ફ-ક્વૉરન્ટિન થયા હતા.

મની-લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ આ મહિનાની શરૂઆતમાં સ્પેશ્યલ કોર્ટે કોચરને 11 દિવસ ઈડી કસ્ટડીની નોટિસ ફટકારી હતી. દિપક કોચરની પત્ની ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બૅન્કની પૂર્વ સીઈઓ અને એમડી હતી, જેના ઉપર આરોપ છે કે મની-લોન્ડરિંગ દ્વારા વિડિયોકોન ગ્રુપને લોન આપી હતી.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈનવેસ્ટિગેશનને વીડિયોકોન ગ્રુપના ડાયરેક્ટર વેણુગોપાલ ધૂત અને તેની કંપનીઓ વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિ. અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિ.ની તપાસ શરૂ કર્યાના એક વર્ષ બાદ આ નિર્ણય લેવાયો હતો. સીબીઆઈની ફરિયાદના લીધે ઈડીએ આ વર્ષની શરૂઆતમાં આ કેસમાં મની-લોન્ડરિંગની દૃષ્ટિએ તપાસ કરવાની શરૂઆત કરી હતી. તેમ જ કોચર દંપતીના માલિકીની રૂ.78 કરોડના મૂલ્યની સંપત્તિ (મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં વિન્ડ પાવર પ્રોજેક્ટની મશીનરી)ને ટાંચ મારી હતી.

આઈસીઆઈસી બૅન્કે વીડિયોકોન ગ્રુપને રૂ.1730 કરોડની લોન આપી હતી, જેને 30 જૂન, 2017ના રોજ બૅન્કે નોન-પર્ફોમિંગ એસેટ્સ જાહેર કરતા તપાસ થઈ રહી છે.

national news