CA ફાઇનલ અને ફાઉન્ડેશનના પરિણામ વિશે ICAI આપી આ માહિતી, જાણો વિગત

13 September, 2021 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સૂચના મુજબ પરિણામ આજે જાહેર થવાની શક્યતા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ - icai.org પર પરિણામ શકશે.

પ્રતિકાત્મક તસવીર

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) જુલાઈ 2021ની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની તારીખ અને સમય જાહેર કર્યો છે. સૂચના મુજબ પરિણામ આજે જાહેર થવાની શક્યતા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ - icai.org પર પરિણામ શકશે.

ICAIએ 10 સપ્ટેમ્બરે ટ્વિટ કર્યું હતું કે “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અંતિમ પરીક્ષા (જૂનો અભ્યાસક્રમ અને નવો અભ્યાસક્રમ) સહિત જુલાઈ 2021માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો સોમવારે, 13 સપ્ટેમ્બર, 2021 (સાંજે) અથવા મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021ના ​​રોજ જાહેર થવાની શક્યતા છે.”

CA ફાઇનલ પરીક્ષાઓ 5 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે યોજાઈ હતી. CA ફાઇનલ (જૂનો અભ્યાસક્રમ) ગ્રુપ 1ની પરીક્ષા 5, 7, 9, 11 જુલાઇએ અને CA ફાઇનલ (જૂનો અભ્યાસક્રમ) ગ્રુપ 2ની પરીક્ષા 13, 15, 17, અને 19 જુલાઇમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાઓમાં ભાગ લેનાર ઉમેદવારો icaiexam.icai.org, caresult.icai.org, icai.nic.in પર તેમના પરિણામો ચકાસી શકે છે.

અંતિમ પરીક્ષા (જૂનો અભ્યાસક્રમ અને નવો અભ્યાસક્રમ) અને ફાઉન્ડેશન પરીક્ષાના ઉમેદવારો પણ ઈ-મેલ સરનામા દ્વારા તેમના પરિણામો મેળવી શકે છે. સુવિધાનો લાભ લેવા માટે, ઉમેદવારોએ 11 સપ્ટેમ્બરથી વેબસાઇટ એટલે કે icaiexam.icai.org પર તેમની વિનંતીની અરજી કરવાની રહેશે. જેઓ તેમની વિનંતીઓ નોંધાવી રહ્યા છે. તેઓને પરિણામ જાહેર થયા બાદ તરત જ જણાવેલ ઇ-મેઇલ એડ્રેસ પર ઇ-મેઇલ દ્વારા તેમના પરિણામો પૂરા પાડવામાં આવશે.

 

National News