જાણો વિદેશમાં દુષ્કર્મીઓને આપવામાં આવી છે કેવી સજા..

03 December, 2019 03:02 PM IST  |  Mumbai

જાણો વિદેશમાં દુષ્કર્મીઓને આપવામાં આવી છે કેવી સજા..

હૈદરાબાદની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત

વધુ એક દુષ્કર્મની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. દેશવાસીઓ દોષિતોને તરત જ ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીથી રાજ્યસભાના સભ્ય જયા બચ્ચને તો ત્યાં સુધી કહી દીધું કે જે લોકોએ એવું કહ્યું કે જે લોકોએ આવું કર્યું કે, તેમનું સાર્વજનિક રીતે લિંચિંગ કરવું જોઈએ. ભારત લોકશાહી દેશ છે તો કેટલાક દેશોમાં આવા જઘન્ય અપરાધ માટે રૂંવાટા ઉભા કરી દે તેવી સજા છે.

ભારત
યૌન અપરાધો માટે કાયદો બનાવીને ભારતે આ સમસ્યા માટે સજાને વધુ કડક કરી છે. દુષ્કર્મીને 7 થી 15 વર્ષ સુધીની સજા આપવામાં આવે છે. દુર્લભતમ મામલામાં મોતની સજાનું પ્રાવધાન છે.

ચીન
ચીનમાં દુષ્કર્મીઓને સીધી મોતની સજા આપવાની જોગવાઈ છે. કોઈ ગંભીર દુષ્કર્મના મામલામાં દોષિતના જનનાંગોને કાપી નાખવામાં આવે છે.

અફગાનિસ્તાન
પીડિતાને ચાર દિવસમાં ન્યાય અપાવવા માટે દોષીના ઘરે ફાંસી પર લટકાવી દેવામાં આવે છે.

ઈરાન
પશ્ચિમી દેશ ઈરાનમાં દુષ્કર્મના દોષિતોને ફાંસી આપવામાં આવે છે. ક્યારેક ક્યારેક દોષી પીડિતાને મંજૂરીથી મૃત્યુદંડથી બચી જાય છે, પરંતુ તેમની આજીવન કારાવાસની સજા બરકરાર રહે છે.

ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયા વિશે એ તો સૌ કોઈ જાણે  છે કે આ દેશ કેટલો કડક છે. આ દુષ્કર્મ માટે માત્ર મોતની સજા છે. અહીં બળાત્કારીઓના માથામાં ગોળીઓ મારવામાં આવે છે.

સઊદી અરબ
સઊદી અરબમાં બળાત્કારીઓના માથાને ખુલ્લામાં કલમ કરી દેવામાં આવે છે.

મલેશિયા
મલેશિયામાં સૌથી વધુ સમયની સજાની જોગવાઈ છે. અહીં બળાત્કારીઓને ન માત્ર 30 વર્ષના કારાવાસ પણ સાથે કોરડાં મારવાની પણ સજા છે.

યૂએઈ
સંયુક્ત આરબ અમીરાતમાં દુષ્કર્મના દોષીને બહુ જ જલ્દી ન્યાય આપવામાં આવે છે. શખ્સને સાત દિવસમાં જ ફાંસી આપવામાં આવે છે.

નેધરલેન્ડ્સ
કોઈ પણ પ્રકારના યૌન ઉત્પીડન માટે ત્યાં સુધી કે સહમતિ વગરનું એક ચુંબન પણ દુષ્કર્મ માનવામાં આવે છે.

ઈજિપ્ત
અહીં દુષ્કર્મીઓને સાર્વજનિક સ્થળ પર ફાંસી દેવામાં આવે છે જેથી લોકો તેનાથી સબક શીખે.

પાકિસ્તાન
અહીં દુષ્કર્મના દોષિતોને આજીવન જેલ કે ફાંસીની સજા આપવામાં આવે છે.

national news hyderabad