હૈદરાબાદ મહિલા તબીબ દુષ્કર્મના આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર

06 December, 2019 09:24 AM IST  |  Hyderabad

હૈદરાબાદ મહિલા તબીબ દુષ્કર્મના આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર

હૈદરાબાદ દુષ્કર્મના આરોપીઓ ઠાર

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરના દુષ્કર્મ અને તેની નિર્મમ હત્યાના મામલામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. તેલંગાણા પોલીસે શુક્રવારે સવારે આ મામલાના તમામ ચાર આરોપીઓને એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી પરંતુ મોકાનો ફાયદો ઉઠાવીને તેઓ ફરાર થવા લાગ્યા. પોલીસે કરેલી કાર્રવાઈમાં તમામ આરોપી માર્યા ગયા.

રિપોર્ટમાં પોલીસ કમિશ્નરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેલંગાણા પોલીસ ચારેય આરોપીઓને તે ફ્લાઈઑવર નીચે લઈ ગઈ હતી જ્યાં તેમણે પીડિતાને આગના હવાલે કરી હતી. તે જગ્યા પર ક્રાઈમ સીનને રીક્રિએટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ચારેય આરોપીઓ ભાગવા લાગ્યા. જેના પર પોલીસે તેમને ચેતવણી આપી અને ત્વરિત કાર્રવાઈ કરતા ગોળીઓ ચલાવી જેમાં ચારેય માર્યા ગયા.

જણાવી દઈએ કે 27-18 નવેમ્બરની રાત દરમિયાન હૈદરાબાદમાં 27 વર્ષની મહિલા ડૉક્ટર સાથે હેવાનોએ દુષ્કર્મ કર્યું હતું. રિપોર્ટ મુજબ શરાબ પીતા પીતા આ આરોપીઓએ ડૉક્ટરને સ્કૂટી પાર્ક કરતા જોયું અને ત્યારે આ યોજના બનાવી હતી. પરિવારજનોના અનુસાર હેવાનોએ સ્કૂટરની હવા કાઢી અને મદદ કરવાનું બહારનું કર્યું અને ડૉક્ટરનો મોબાઈલ છીનવી લીધો. જે બાદ તેમણે પીડિતા પર બળાત્કાર કર્યો અને ગળું દબાવીને તેની હત્યા કરી.

રિપોર્ટ પ્રમાણે, આરોપીઓ આટલેથી જ ન રોકાયા અને તેના શબને ટ્રકમાં રાખીને ટોલ બૂથથી લગભગ 25 કિમી દૂર એક ઓવરબ્રિજની નીચે ફેંકી, પેટ્રોલ છાંટીને આગના હવાલે કરી દીધી. આ ઘટના બાદ આખા દેશમાં રોષ હતો.

hyderabad national news