કટોરો લઈને ક્લાસમાં વિદ્યાર્થીઓને જોઈ રહેલી છોકરીને મળ્યું એડમિશન

11 November, 2019 10:46 AM IST  |  Hyderabad

કટોરો લઈને ક્લાસમાં વિદ્યાર્થીઓને જોઈ રહેલી છોકરીને મળ્યું એડમિશન

દિવ્યાને મળ્યું એડમિશન

હૈદરાબાદની એક સરકારી સ્કૂલની બહાર બેસીની ભિક્ષા માગતી દિવ્યા નામની છોકરીનો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. દિવ્યા રોજ વિદ્યાર્થીઓના મિડ-ડે મીલમાં બચેલું ખાવાનું મળવાની આશાએ સ્કૂલની બહાર ચક્કર મારતી હતી. તે છોકરાઓને ક્લાસમાં ભણતા જોઈને વિસ્મય પણ પામતી. તેના હાથમાં ભિક્ષા માગવાનો ખાલી કટોરો હતો અને તે ચોરીછૂપીથી ક્લાસમાં શું ચાલી રહ્યું છે એ જોતી હતી. આ સમયની તસવીર દેવલ ઝામ સિંહ નામના ભાઈએ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી હતી. ગુડીમલકાપુર હાઈસ્કૂલની બહારની આ તસવીર જોઈને સોશ્યલ મીડિયામાં તેના માટે ઘણી સહાનુભૂતિ જાગી. દિવ્યાના માતાપિતા નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. માતાપિતા સફાઈકામદાર હતા અને બપોરના સમયે જ્યારે દિવ્યા એકલી હોય ત્યારે ખાવાનું મેળવવાની આશાએ સ્કૂલની આસપાસ આવી પહોંચતી હતી. એક સ્વૈચ્છિક સંસ્થાએ આ તસવીર જોઈને દિવ્યાને પણ શિક્ષા મેળવવાનો હક છે એવો અવાજ ઉઠાવ્યો. સ્કૂલને પણ આ વાત વાજબી લાગી એટલે તેને ઍડ‍્‍‌મિશન આપવામાં આવ્યું. પહેલા દિવસે તેને યુનિફૉર્મ પહેરાવીને સ્કૂલમાં મૂકવામાં આવી ત્યારની તસવીરો પણ આ એનજીઓએ ફેસબુક પર શૅર કરી હતી. 

hyderabad national news