આઝાદી બાદ આવું ભારત ઈચ્છતા હતા જવાહરલાલ નેહરુ અને ગાંધીજી

15 August, 2019 05:28 AM IST  |  દિલ્હી

આઝાદી બાદ આવું ભારત ઈચ્છતા હતા જવાહરલાલ નેહરુ અને ગાંધીજી

સ્વતંત્રતા પર્વની ઉજવણી દર વર્ષે થાય છે. પરંતુ આઝાદીના 7 દાયકા બાદ પણ આપણે ક્યાં પહોંચ્યા છીએ. આપણને જે વારસો મળ્યો હતો તે શું આપણે સાચવી શક્યા ? આપણે જે આઝાદ ભારતમાં જીવી રહ્યા છીએ તે દેશને, તે માતૃભૂમિને આઝાદ કરાવવા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જીવ કુરબાન કર્યા, પોતાનું જીવન અર્પી દીધું, શું આપણે તેમના સપનાનું ભારત બનાવ્યું ? વાંચો સ્વાતંત્ર્ય સેનાનીઓ કેવો દેશ ઈચ્છતા હતા.

વર્ષો પહેલા આપણે નસીબ સાથે એક સોદો કર્યો હતો અને તે પ્રતિજ્ઞાને સંપૂર્ણ તો નહીં પરંતુ ઘણે અંશે પૂરી કરવાનો સમય આવી ગયો છે. જ્યારે અડધી રાત્રે ઘંટ વાગશે, જ્યારે આખી દુનિયા સૂતી હશે, ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતા પ્રાપ્ત કરીને જાગશે. ઈતિહાસમાં ક્યારેક જ આવી દુર્લભ ક્ષણ આવે છે, જ્યારે આપણે જૂનુ જીવન છોડીને નવા જીવનમાં પ્રવેશ કરીએ છીએ, જ્યારે એક યુગનો અંત થાય છે અને લાંબા સમયથી દબાયેલી રાષ્ટ્રની આત્માને અવાજ મળે છે.

એટલે જ આ નિર્ણાયક ક્ષણે આપણે ભારત અને તેની પ્રજા અને તેનાથી આગળ વધીને માનવતાના હિત માટે સેવા અર્પણ કરવાના શપથ લઈએ. આપણા ઈતિહાસની શરૂઆતમાં જ ભારતે પોતાની અનંત ખોજ શરૂ કરી. અગણિત સદીઓ તેના પ્રયત્ન અને સફળતા અસફળતાની ગાથાથી ભરેલી છે. સારા કે ખરાબ સયમમાં તેણએ આ શોધને આંખો સામેથી હટવા નથી દીધી અને ન તો તાકાત આપનાદર આદર્શ છોડ્યા. આજે આપણએ દુર્ભાગ્યના એક સમયને સમાપ્ત કરી રહ્યા છીએ અને ભારતે પોતાની જાતને ફરી એકવાર શોધી છે.

આજે જે ઉપલબ્ધિની આપણે ખુશી મનાવી રહ્યા છીએ તે માત્ર ભવિષ્યમાં થનારી જીત, મળનારી સફળતાઓ તરફ એક ડગલું માત્ર છે. શું આ અવસર સ્વીકારવાની અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા આપણી પાસે યોગ્ય બુદ્ધિ છે ?

(14-15 ઓગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ પંડિત નહેરુનું ભાષણ)

જ્યારે હું ભારતના ઉચ્ચ વર્ગની સરખામણી કરોડો ગરીબ લોકો સાથે કરું છું તો સમૃદ્ધ લોકોને એટલું જ કહેવા માગુ છુ કે જ્યાં સુધી તમે આ ઘરેણાં ઉતારીને દેશવાસીઓનો વિશ્વાસ નહી જીતી શકો ત્યાં સુધી ભારતની મુક્તિ સંભવ નથી.

(4 ફેબ્રુઆરી, 1916ના રોજ બનારસ હિંદુ યુનિવર્સિટમાં મહાત્મા ગાંધીએ આપેલા ભાષણનો અંશ)

મને વિશ્વાસ છે કે વિશ્વના ઈતિહાસમાં સ્વતંત્રતા માટે લોકતાંત્રિક સંઘર્ષ આપણાથી વધુ વાસ્તવિક કોઈનો નથી રહ્યો. મેં ફ્રાંસની ક્રાંતિ વિશે વાંચ્યુ છે અને પંડિત નહેરુએ રશિયન ક્રાંતિ વિશે જણાવ્યુ છે. પરંતુ મારી ધારણા એ જ બની છે કે હિંસાના આધારે આ ક્રાંતિ થઈ એટલે લોકતાંત્રિક આદર્શ સફળ ન થયા. મેં જે લોકતંત્રની કલ્પના કરી છે તેની સ્થાપના અહિંસાથી થશે. દરેક વ્યક્તિ પોતે પોતાની જાતનો માલિક હશે. આ પ્રકારના લોકતંત્ર માટે સંઘર્ષ કરવા હું તમને સૌને આમંત્રણ આપું છું.

(ભારત છોડો આંદોલનની જાહેરાત દરમિયાન ગાંધીજીના ભાષણના અંશ)

આ આપણા દેશ માટે મહાન દિવસ છે. ભારતનો ઈતિહાસ સુદીર્ઘ અને ચડાવ ઉતારવાળો રહ્યો છે. જેના પાછળના ભાગમાં વાદળ છે તો કેટલોક ભાગ ચમકતો અને સૂર્યની રોશનીથી ઓત પ્રોત છે. પરંતુ આપણા ઈતિહાસના સૌથી ગૌરવશાળી તબક્કામાં પણ આખો દેશ એક બંધારણ અને એક શાસનને આધીન નથી રહ્યો. આજે આપણએ પહેલીવાર દેશમાં વિસ્તૃત સંવિધાન અપનાવી રહ્યા છીએ. તેવામાં રાજ્યવાળા સંઘીય ગણરાજ્યનો જન્મ થઈ રહ્યો છે જેની પોતાની સંપ્રુભુતા નથી અને એક સંઘ એક તંત્રનું વાસ્તવિક સભ્ય છે.

(26 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે દેશના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા બાદ આપેલું ભાષણ)

mahatma gandhi jawaharlal nehru independence day