શિયાળુ સત્રની ગરમ શરૂઆત

23 November, 2011 09:31 AM IST  | 

શિયાળુ સત્રની ગરમ શરૂઆત

 

એને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે એ પછી પણ લોકસભાનો માહોલ તોફાની બની રહ્યો હતો. લોકસભામાં ચિદમ્બરમના વિરોધ ઉપરાંત ભાવવધારો, ઉત્તર પ્રદેશના ભાગલા, અલગ તેલંગણાની માગણી સહિતના અનેક મુદ્દાઓ ઊછળ્યા હતા.

સંસદના શિયાળુસત્રની તોફાની શરૂઆતને કારણે ગયા વર્ષનું વિન્ટર સેશન યાદ આવી ગયું હતું. ગયા વર્ષે 2G સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની વિરોધપક્ષની માગણીને લીધે આખું શિયાળુસત્ર ધોવાઈ ગયું હતું.

૨૦૦૧માં એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ની સરકાર હતી ત્યારે કૉન્ગ્રેસે કૉફિન કૌભાંડમાં સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિસની કથિત સંડોવણી બદલ એનો બહિષ્કાર કર્યો હતો. જોકે એનડીએ આ ઘટનાનો બદલો લઈ રહી હોવાની વાત બીજેપીના વરિષ્ઠ નેતા વેન્કૈયા નાયડુએ નકારી કાઢી હતી.