હોમગાર્ડે ડ્રગ્સ પકડવામાં કરી મદદ, મુખ્યપ્રધાને લીધો એવો નિર્ણય કે બદલાઈ ગઈ જીંદગી

26 June, 2021 06:38 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા શર્માએ શનિવારે એક હોમગાર્ડની પોલીસ કોન્સ્ટેબલ પદ પર નિમણૂક કરી છે. જાણો એવું તે શું કર્યુ હોમગાર્ડે કે બની ગયો કોન્સ્ટેબલ.

આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા સરમા (ફાઈલ ફોટો)

આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા શર્માએ શનિવારે એક હોમગાર્ડની પોલીસ કોન્સ્ટેબલ પદ પર નિમણૂક કરી છે. ડ્રગ તસ્કર હોમગાર્ડને લાંચ આપી રહ્યાં હતા પરંતુ તેને લાંચ લેવાથી ઈન્કાર કરી દીધો હતો. હોમગાર્ડની મદદથી  પોલીસે પ્રતિબંધિત દવા ક્રિસ્ટલ મેથામફેટામાઈનને જપ્ત કર્યુ છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 12 કરોડ રૂપિયા છે. 

મુખ્યપ્રધાને શનિવારે 35 વર્ષિય હોમગાર્ડ બોર્સિંગ બે આ કામની  સરાહના કરી હતી અને તેમને કોન્સ્ટેબલ પદ પર નિયુક્ત કર્યા હતાં. બોર્સિંગ બે પોતાના કામને કારણે રાજ્યમાં એક હીરો તરીકે ઉભરી આવ્યા છે. લોકો એને નાયક તરીકે જોઈ રહ્યાં છે. તેમની મદદથી પ્રતિબંધિત દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. 

24 જૂનના રોજ આસામ કેબિનેટે બોર્સિંગ બે ને આસામ પોલીસમાં કોન્સ્ટેબલનું પદ આપવાનો નિર્ણય કર્યો છે. આસામના ડીજીપી ભાસ્કર જ્યોકિ મહંતે  હોમગાર્ડ બોર્સિંગ બે ને 21 જૂને પોલીસને 3 કિલો મેથામફેટામાઈન જપ્ત કરવામાં મદદ કરવા બદલ 1 લાખનો ચેક આપ્યો હતો. 
બોર્સિગં બે કાર્બી આંગલોંગ જિલ્લાના કે ડિલ્લઈ પોલીસ સ્ટેશન સાથે જોડાયા છે.

national news assam