Election 2019 : ચુંટણીના પરીણામો બાદ હિંસાના પગલે દેશભરમાં હાઇ એલર્ટ

22 May, 2019 09:13 PM IST  |  મુંબઈ

Election 2019 : ચુંટણીના પરીણામો બાદ હિંસાના પગલે દેશભરમાં હાઇ એલર્ટ

ગુહ મંત્રાલય (File Photo)

દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે લોકસભા ચુંટણી 2019ના પરીણામનો ગુરૂવારે અંત આવશે અને કોણ સરકાર બનાવશે તેનું ચિત્ર સામે આવી જશે. ત્યારે આવા સંજોગોમાં મત ગણતરી બાદ દેશભરમાં તોફાનોની આશંકા સેવાઇ રહી છે. તો કોઇ નેતાઓના નિવેદનો બાદ કોઇ ઘર્ષણ ઉભું ન થાય તે જોતા કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના વિવધ રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. જેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર મુખ્ય રાજ્યોનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે આ રાજ્યોમાં હિંસા કે તોડફોડના બનાવો બની શકે છે જેના પગલે સાવચેતીના ભાગ રૂપે આ પગલા લેવામાં આવ્યા છે. ગૃહ સચિવે દરેક રાજ્યોના ગૃહ મંત્રાલયને સત્તાવાર જાણ કરીને તકેદારીના આવશ્યક પગલાંઓ લેવા સુચના આપી દેવામાં આવી છે.


શાંતી જણવાઇ રહે તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો
મત ગણતરીના દિવસે રાજ્યમાં શાંતી જણવાઇ રહે તે માટે તાકીદ કરી છે. જેને પગલે ગૃહ મંત્રાલયે રાજ્યોના પ્રમુખ સચિવો અને ડીજીપીને પત્ર લખી રાજ્યોમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ બની રહે તેવા આદેશ પણ આપ્યાં છે. આદેશ આપતા લખ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે જરૂરી પગલાં ઉઠાવે. જ્યાં મતગણતરી થઈ રહી છે તે જગ્યાએ પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવે. ગૃહ મંત્રાલયે આ નિર્ણય
EVM પર ઉઠાવવામાં આવતા સવાલો અને વોટની ગણતરી દરમિયાન હિંસાની ધમકીઓ વચ્ચે લીધો છે.

 

RJD પુર્વનેતાએ બંધુક દેખાડી કહ્યું હું હક ઝુંટવવાની તૈયારી કરી ચુક્યો છું
પટનામાં RJD ના પુર્વનેતા રામચંદ્ર યાદવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાયફલ ઉઠાવીને કહ્યું કે અમે લોકશાહીને બચાવવા માટે તૈયારી છીએ. બસ મહાગઠબંધનના નેતા આદેશ આપે. અમારે બંધારણની રક્ષા કરવાની છે. હું રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, માયાવત, અને તેજસ્વી યાદવને કહેવા માગુ છું કે બૂમો પાડવાથી કામ નહીં થાય. આપણને હક નહીં મળે તો લડવું પડશે, હું હક ઝુંટવવાની તૈયારી કરી ચુક્યો છું.

Election 2019 narendra modi