ગૅસ સિલિન્ડર બુક કરાવ્યા પછી અડધા કલાકમાં હોમ ડિલિવરી

14 January, 2021 03:59 PM IST  |  New Delhi | Mumbai correspondent

ગૅસ સિલિન્ડર બુક કરાવ્યા પછી અડધા કલાકમાં હોમ ડિલિવરી

ગૅસ સિલિન્ડર બુક કરાવ્યા પછી અડધા કલાકમાં હોમ ડિલિવરી

હવે રાંધણ ગૅસનું સિલિન્ડર મેળવવા માટે બુકિંગ પછી દિવસો સુધી રાહ જોવી નહીં પડે. બુકિંગ પછી ત્રીસથી ચાલીસ મિનિટોમાં સિલિન્ડરની હોમ ડિલિવરી મળશે. ઇન્ડિયન ઑઇલ કંપનીએ રાંધણ ગૅસ એટલે કે લિક્વિડ પેટ્રોલિયમ ગૅસના સિલિન્ડરની ડિલિવરી માટે તત્કાલ સેવા શરૂ કરી છે.
આ તત્કાલ સેવા પ્રારંભિક તબક્કામાં દરેક રાજ્યના એક શહેર કે એક જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા વહેલી તકે શરૂ કરવા ઇન્ડિયન ઑઇલ કંપનીના અધિકારીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કંપનીએ હાલમાં ૧ ફેબ્રુઆરીએ આ સેવા શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સિંગલ ડે ડિલિવરી સર્વિસ માટે ગ્રાહકોએ થોડો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો રહેશે. પરંતુ એ ચાર્જ કેટલો રાખવો એ હજી નક્કી કરવામાં આવ્યું નથી. હાલ દેશમાં લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ સિલિન્ડર્સના ૨૮ કરોડ ગ્રાહકોમાંથી ૧૪ કરોડ ગ્રાહકો ઇન્ડિયન ઑઇલ કંપનીના ઇન્ડેન ગૅસનો વપરાશ કરે છે.

national news new delhi