હિટ એન્ડ રન કેસઃ સલમાનનો આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ

03 December, 2014 10:55 AM IST  | 

હિટ એન્ડ રન કેસઃ સલમાનનો આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ


મુંબઈ,તા.3 ડિસેમ્બર

આ મામલે મુંબઈની સેશન કોર્ટમાં આજે સુનાવણી દરમ્યાન ફોરેન્સિક એક્સપર્ટે કહ્યુ હતુ કે સલમાન ખાને આ ઘટના સમયે દારૂ પીધો હતો.ફોરેસિંક એક્સપર્ટે કોર્ટમાં દલીલ કરી હતી કે અને કહ્યુ હતુ કે સલમાન ખાને માત્રા કરતા વધારે પ્રમાણમાં નશો કર્યો હતો.સલમાનના શરીરમાંથી માત્રા કરતા વધારે નશાનું પ્રમાણ મળ્યું છે.મેડિકલ ટેસ્ટમાં સલમાન ખાનના બ્લેડ સેમ્પલમાં આલ્કોહોલની માત્રા જાણવા મળી હતી.એક્સપર્ટનો એ પણ દાવો છે કે આલ્કોહોલની માત્રા સામાન્યથી વધારે હતી.


8 સપ્ટેમ્બર 2002માં બાંદ્રામાં ફુટપાથ પર નિંદ્રાધીન એક વ્યકિતનુ મોત સલમાન ખાનની ગાડી નીચે આવી જતા થયું હતુ.જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.ગયા મહિને હિટ એન્ડ રન કેસ મામલે બે સાક્ષીઓએ પોતાની જુબાની નોંધાવી હતી પરંતુ તેમાથી એક સાક્ષીએ પોતાનુ નિવેદન ફેરવી તોળ્યુ હતુ.આ ઘટનામાં એકનું મોત થયુ હતુ,જ્યારે 4 ઘાયલ થયા હતા.સલમાન પર સંબંધિત ધારાઓ ઉપરાંત કલ્પેબલ હોમીસાઈડનો મામલો નોંધવામાં આવ્યો હતો.આ ધારાઓ હેઠળ આરોપી સાબિત થાય તો સલમાનને 10 વર્ષની જેલ થઈ શકે છે.