સલમાનને FRIDAY ફળ્યોઃ સજા પર રોક, હાઈકોર્ટે આપ્યા જામીન

08 May, 2015 07:51 AM IST  | 

સલમાનને FRIDAY ફળ્યોઃ સજા પર રોક, હાઈકોર્ટે આપ્યા જામીન



મુંબઈ,તા. 8 મે

સલમાન અહીં પહેલા સરેન્ડર કરશે, અને પછી જામીન લેશે. આજે સલમાનની અંતિમ જામીન અવધી સમાપ્ત થઈ છે. માટે તેણે નવો બેલ બોન્ડ ભરવો પડશે. સલમાનને 30 હજાર રૂપિયાનો બેલ બોન્ડ ભરવાનો રહેશે. બ્રાંદ્રા પોલીસ પાસે સલમાનો પાસપોર્ટ પહેલેથી જ જમા છે. સલમાન જો વિદેશ જવા ઈચ્છે તો, તેના માટે તેણે પહેલા અદાલતની મજૂંરી લેવી પડશે.

હાઈકોર્ટમાં સલમાનના કેસની પેરવી અમિત દેસાઈએ કરી હતી. સરકારી વકીલ સંદીપ શિંદે પણ ત્યાં હાજર હતા. દેસાઈએ કોર્ટમાં દલલી કરી હતી કે સલમાન પર લાગેલી ધારાઓમાંથી એક છોડીને તમામ ધારાઓ જમાનતની છે. તેમણે કેસનો એકમાત્ર ગવાહ રવિન્દ્ર પાટીલની જુબાની પર સવાલ ઉઠાવ્યો હતો, જે હવે આ દુનિયામાં નથી.

દેસાઈએ કહ્યુ હતુ કે કેસમાં એકમાત્ર ગવાહ રવિન્દ્ર પાટિલ હતો જે મૃત્યુ પામ્યો છે. આ મામલે 304(2) નહી પણ 304(1)ની કલમ લાગે છે. ત્યારબાદ થિપ્સેએ રવિન્દ્ર પાટિલનુ પણ નિવેદન માંગ્યુ હતુ.જમાનતના સમાચાર સાંભળતા જ સલમાનના ઘર અને કોર્ટ બહાર હાજર પ્રશંસકોએ નાચવાનુ શરૂ કરી દીધુ હતુ. ભીડને નિયંત્રીત કરવા માટે પોલીસે લાઠી ચાર્જનો સહારો લેવો પડ્યો હતો.


સલમાન ખાનના વકીલ અમિત દેસાઈએ બોમ્બે હાઈકોર્ટમાં શું કહ્યું...

-સલમાન પર લગાવવામાં આવેલી કલમોમાં એક કલમને છોડીને તમામ જમાનતની કલમો છે
-કારમાં ચાર લોકો હતા જેમાંથી માત્ર રવિન્દ્ર પાટિલની જ જુબાની લેવાઈ હતી
-કમાલ ખાને માત્ર નિવેદન આપ્યુ હતુ, તેની પુછતાછ કરવામાં આવી નથી

-સરકારી વકીલ સાબિત ન કરી શક્યા કે સલમાન ખાન જ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો
-સરકારી વકીલ એ પણ પ્રુવ ન કરી શક્યા કે કારમાં કેટલા લોકો હતા
-રવિન્દ્ર પાટિલની જુબાની પર સવાલ ઉઠાવતા દેસાઈએ કહ્યુ કે રવિન્દ્રની જુબાનીને સૌથી વધારે ભરોસાપાત્ર કેમ માની લેવામાં આવી
-રવિન્દ્ર પાટિલ રૂટ નથી બતાવી શક્યો
-સલમાન ખાનનો આ કેસ 304(2) નહી પણ 304(1)નો છે


જસ્ટિસ થિપ્સે શું બોલ્યા...

-જજે સરકારી વકીલ સંદીપ શિંદેને પુછ્યુ કે સલમાનની સજાને સસ્પેંડ કરવામાં શુ મુશ્કેલી છે?
-ત્યારબાદ જજે સલમાનના વકીલ અમિત દેસાઈને પૂછ્યુ કે તે કોર્ટેને ગુમરાહ તો નથી કરી રહ્યાને?
-આ પહેલા કોઈના પર પણ મુંબઈ પોલીસે 304(2)ની કલમ નથી લગાવી, તો પછી સલમાન પર આ કલમ શા માટે લગાવાઈ?