હિમાચલઃ દર્દનાક અકસ્માતમાં 13 જવાનોના મૃતદેહ મળ્યા, તપાસના અપાયા આદેશ

15 July, 2019 03:49 PM IST  |  હિમાચલ પ્રદેશ

હિમાચલઃ દર્દનાક અકસ્માતમાં 13 જવાનોના મૃતદેહ મળ્યા, તપાસના અપાયા આદેશ

હિમાચલઃ દર્દનાક અકસ્માતમાં 13 જવાનોના મૃતદેહ મળ્યા

હિમાચલ પ્રદેશના સોલના કુમારહટ્ટી વિસ્તારમાં રવિવારે બપોરે એક ત્રણ માળની ઈમારત ધસી પડી. જેમાં લગભગ 42 લોકો છે. જ્યારે ઈમારત ધસી પડી ત્યારે ત્યાં ભોજન કરવા માટે સેનાના જવાનો રોકાયા છે. સેનાના 30 જવાનો આ દુર્ઘટનાનો શિકાર બન્યા. જેમાંથી 13 જવાનો અને એક નાગરિકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બચાવ દળે કુલ 11 નાગરિકો અને 17 જવાનોનો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.


આ પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે ઘટના સ્થળે જઈને સ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઘટનાને દુર્ભાગ્ય ગણાવતા કહ્યું કે ઘટના બાદ તરત જ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું. અકસ્માતના કારણની તપાસ કરવાના આદેશ આપવમાં આવ્યા છે. અત્યાર સુધીમાં મળી રહેલી માહિતી અનુસાર ઈમારતનું નિર્માણ નિયમ અનુસાર નહોતું કરવામાં આવ્યું.

આ જવાનોના ગયા જીવ
- રાજ કિશોર સિંહ, હૈલાકંડી, આસામ
- વિનોદ કુમાર, રેવાડી, હરિયાણા
- અજીત કુમાર, હૈલાકંડી, આસામ
- યોગેશ કુમાર, ગાજિયાબાદ, ઉત્તર પ્રદેશ
- બલવિંદ્ર સિંહ, જિંદ, હરિયાણા

પંચકૂલાથી ઘટનાસ્થળ પર પહોંચેલી એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઑપરેશનમાં લાગી છે. સોલનના એસડીએમ રોહિત રાઠોડ સહિતના અન્ય અધિકારીઓ હાજર છે.


જણાવી દઈએ કે આ અકસ્માત રવિવારે બપોરે લગભગ 4 વાગ્યે થયો. શિમલાથી લગભગ 45 કિમી દૂર સોલમનમાં કુમારહટ્ટી-નાહન હાઈવે પર આવેલી હોટેલ ભાર વરસાદના કારણે ધ્વસ્ત થઈ ગયું. જે સમયે આ અકસ્માત થયો ત્યારે જવાન ભોજન કરવા માટે રોકાયા હતા. જે દરમિયાન અચાનક ઈમારત પડી ગઈ. હાલ ઘાયલ જવાનોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, અન્ય લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે.

himachal pradesh national news