કાશ્મીર-લદાખ હાઇવે બરફવર્ષાને કારણે બંધ, ઑરેન્જ અલર્ટ જાહેર

14 December, 2019 12:21 PM IST  |  New Delhi

કાશ્મીર-લદાખ હાઇવે બરફવર્ષાને કારણે બંધ, ઑરેન્જ અલર્ટ જાહેર

બરફવર્ષા

હિમાચલ પ્રદેશના કુલુ-મનાલીમાં શુક્રવારે સીઝનનો પહેલો સ્નોફૉલ થયો છે. જિલ્લાના પલચન ગામમાં શુક્રવારે ૪૫ સેન્ટિમીટર સુધીની હિમવર્ષા થઈ હતી. રાજ્યના ફુકરી અને નારકોંડાનો નૅશનલ હાઇવે પણ બંધ થઈ ગયો છે. ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં પણ આજે બરફવર્ષા થઈ છે. એના વિશે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ગુરુવારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ૨૬ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જ્યારે કાશ્મીર-લદાખ હાઇવે પણ બરફવર્ષાને કારણે બંધ થઈ ગયો છે. બરફવર્ષાને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત ઘણાં રાજ્યોમાં ઠંડી વધી છે.

આ પણ વાંચો : આસામમાં હિંસાને લીધે જપાનના પીએમે ભારતનો પ્રવાસ રદ કર્યો

દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, કેરળ અને તામિલનાડુમાં ગુરુવારે સાંજે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ૧૧ રાજ્યોમાં વરસાદની અલર્ટ જાહેર કરી છે. એ ઉપરાંત ઠંડા પવનને કારણે આ રાજ્યોમાં તાપમાન નીચું આવવાની શક્યતા છે. ગુરુવારે લુધિયાણામાં સૌથી વધારે ઠંડી હતી. અહીં તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે દિલ્હીનું તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું છે. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સાંજે ૪ વાગ્યા સુધી ૪૨૯ રહ્યો હતો.

kashmir ladakh national news