મહેબુબા મુફ્તિના ઘરે હાઇલેવલ બેઠક : પક્ષોને એકજૂટ થવા અપીલ

03 August, 2019 08:56 PM IST  |  Jammu & Kashmir

મહેબુબા મુફ્તિના ઘરે હાઇલેવલ બેઠક : પક્ષોને એકજૂટ થવા અપીલ

મેહબુબા મુફ્તિ

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા રોકવા માટેની એડવાઇઝરી બહાર પડ્યા બાદથી સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે પીડીપી પ્રમુખ અને રાજ્યના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ તમામ રાજકીય પક્ષોને એકજૂથ થવાની અપીલ કરી છે. મુફ્તીએ ફરી એકવાર કહ્યું કે કાશ્મીરને બચાવવા માટે તમામ પક્ષોએ એક સાથે આવવું પડશે કે જેથી કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશ આપી શકાય કે તેઓ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે રમત રમી શકે નહીં. કાશ્મીરની સ્થિતિને ધ્યાને રાખીને પીડિપી કોર ગૃપની બેઠક ચાલી રહી છે. પાર્ટીનાં વડા મહેબૂબા મુફ્તિનાં નિવાસ સ્થાને બેઠક ચાલી રહી છે.આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરીને નિર્ણય લઇ શકાય તેવી શક્યતા છે.


કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકી હુમલાના એલર્ટ બાદ ત્યાં ફસાયેલા મુસાફરોને વાયુસેના એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડશે. આ માટે વાયુસેનાના વિમાન સી 17 ગ્લોબમાસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. યાત્રાળુઓને જમ્મુ, પઠાણકોટ કે પછી દિલ્હી પહોંચાડવામાં આવશે. બાદમાં યાત્રાળુઓ પોતાના ઘરે પાછા જઈ શક્શે.

આ પણ વાંચો : કાશ્મીરમાં સ્થિતિ ગંભીર, અમરનાથ યાત્રાળુઓને એરલિફ્ટ કરાશે

જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ જોતા કેન્દ્ર સરકારે વાયુસેનાએ અમરનાથ યાત્રાળુઓને કાશ્મીર ખીણમાંથી સુરક્ષિત સ્થળે પહોંચાડવા અપીલ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીર તંત્રએ વાયુસેનાને અપીલ કરી હતી કે તે પોતાના સી 17 ગ્લોબમાસ્ટર દ્વારા અમરનાથ યાત્રાળુઓને કાશ્મીરથી કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે. કહેવાઈ રહ્યું છે કે કાશ્મીર ખીણમાં ફસાયેલા અમરનાથ તીર્થયાત્રીઓને વાયુસેના શ્રીનગરથી એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડશે. આ માટે વાયુસેનાએ તૈયારી પણ શરૂ કરી દીધી છે.

national news jammu and kashmir mehbooba mufti