ઝારખંડના નવા મુખ્ય પ્રધાન બનશે હેમંત સોરેન

24 December, 2019 11:36 AM IST  |  Jharkhand

ઝારખંડના નવા મુખ્ય પ્રધાન બનશે હેમંત સોરેન

હેમંત સોરેન

(જી.એન.એસ.) ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપવો સફાયો થઇ ગયો છે. રાજ્યમાં હવે કૉંગ્રેસ-ઝારખંડ મુક્તિ મોરચો બહુમતથી સરકાર બનશે. ત્યારે હેમંત સોરેન રાજ્યના મુખ્ય પ્રધાન બનશે. હેમંત સોરેનનો જન્મ 10 ઑગસ્ટ 1975 ના બિહારના રામગઢ જિલ્લામાં થયો હતો. વર્તમાનમાં તેમની ઉંમર 44 વર્ષ છે. ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલના અનુમાન અનુસાર હેમંત સીએમ બને તે લગભગ નક્કી છે.

એક વાતચીતમાં હેમંત સોરેને આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ વખતે પરિણામ તેમના પક્ષમાં રહેશે. રાજનીતિમાં પોતાના કેરીઅરની શરૂઆત તેમણે 2009 થી કરી હતી, જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. હેમંત સોરેને 15 જુલાઈ 2013 ના પહેલી વાર ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ 2014 સુધી આ પદ પર રહ્યા હતા. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો કૉન્ગ્રેસની તરફેણમાં આવ્યાં હતાં. પરિણામોથી ખુશ કૉન્ગ્રેસના કાર્યકરોએ રાંચી ખાતે આવેલા પક્ષના હેડક્વૉર્ટરની બહાર ફટાકડા ફોડીને સેલિબ્રેશન કર્યું હતું.

national news jharkhand