ભારે વરસાદે તામિલનાડુને ધમરોળ્યું

05 December, 2020 02:20 PM IST  |  Mumbai | Agencies

ભારે વરસાદે તામિલનાડુને ધમરોળ્યું

વાવાઝોડાને કારણે થિરુઅનંતપુરમમાં મહામેહનતે હોડીને દરિયાકિનારે લાંગરવાનો પ્રયાસ કરતો માછીમાર. તસવીર: પી.ટી.આઈ

તામિલનાડુમાં શુક્રવારે પણ વરસાદનું જોર યથાવત્ રહેતાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં હતાં અને ઘણા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રામનાથપુરમ નજીક મન્નારની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આજે મંદ પડે એવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કર્યું હતું કે રામનાથપુરમ જિલ્લાના કાંઠા નજીક મન્નારની ખાડી પરનું ડીપ ડિપ્રેશન સ્થિર થયું હતું. આ જ પ્રદેશમાં એ સ્થિર રહેશે અને આગામી ૧૨ કલાકમાં મંદ પડશે.
રાજ્યના ઘણાખરા ભાગોમાં વ્યાપક વરસાદ પડ્યો હતો તો કોલ્લિડમ (૩૬ સેન્ટિમીટર, નાગપટ્ટીનામ જિલ્લો), ચિદમ્બરમ (૩૪ સેન્ટિમીટર, કુડ્ડલોર) સહિતના કેટલાક પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો અને બે ડઝન કરતાં વધુ વિસ્તારોમાં ૧૦ અને ૨૮ સેન્ટિમીટરની વચ્ચે વરસાદ પડ્યો હતો.
તિરુવરુર, તાંજવુર, મયિલાડુથુરઈ, નાગપટ્ટિનામ, પુડુકોટ્ટાઈ અને અરિયાલુર સહિતના જિલ્લાઓમાં ડાંગર અને શેરડીના પાકો પર પાણી ફરી વળ્યાં હતાં.
અનુક્રમે દક્ષિણ અને ઉત્તર તામિલનાડુના રામનાથપુરમ અને તિરુકોવિલુર (કલ્લાકુરીચી જિલ્લા)માં ૭ સેન્ટિમીટર વરસાદ પડ્યો હતો.

national news tamil nadu