બિહારની ઘણી નદીઓમાં પૂરનું જોખમ,૧૫ જિલ્લાઓમાં અલર્ટ

29 September, 2019 09:49 AM IST  |  પટના

બિહારની ઘણી નદીઓમાં પૂરનું જોખમ,૧૫ જિલ્લાઓમાં અલર્ટ

બિહારમાં ભારે વરસાદ

બિહારમાં ભારે વરસાદના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પટણામાં શુક્રવારે આખી રાત વરસાદ થયો હોવાથી પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. શહેરના દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ઉપ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદી, શિક્ષણ પ્રધાન કૃષ્ણનંદન વર્માના ઘરમાં પણ પાણી ભરાઈ ગયાં છે. ૧૫ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદની વિવિધ દુર્ઘટનામાં ૨૪ કલાકમાં કુલ ૪૪ લોકોનાં મોત થયાં છે. રાજસ્થાનના ૮ જિલ્લામાં શનિવારે થોડો-થોડો વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે રાજ્યનાં છ શહેરોમાં યલો અલર્ટ જાહેર કર્યું છે.
પટણામાં આવેલી નાલંદા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. વોર્ડ અને આઇસીયુમાં પણ પાણી ભરાઈ ગયું છે. દરદીઓને મેડિકલ કૉલેજના ઑડિટોરિયમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ઈમરજન્સીની સ્થિતિમાં દરદીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. પટણા જંક્શનનો રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. ટ્રેક પર પાણી ભરાઈ ગયાં હોવાથી ૧૨થી વધારે ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે.

bihar national news