અયોધ્યા મામલે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ આજે પહેલી વાર સુનાવણી

10 May, 2019 09:49 AM IST  |  નવી દિલ્હી

અયોધ્યા મામલે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ આજે પહેલી વાર સુનાવણી

અયોધ્યા મામલે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ આજે પહેલી વાર સુનાવણી

અયોધ્યા રામ જન્મભૂમિ મામલે મધ્યસ્થી પેનલે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપી દીધો છે. જેના પર કોર્ટ આજે સુનાવણી કરશે. આજે ખબર પડશે કે પેનલે પોતાના રિપોર્ટમાં શું કહ્યું છે.

જો મધ્યસ્થીથી વાત થતી હોય તો તેમાં કેટલો સમય લાગી શકે છે. મામલાની સુનાવણી CJI રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ ન્યાયાધીશોની બેચ કરી રહી છે. આ બેચમાં જજ એસએ બોબડે, ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નજીર છે. બેચે આઠ માર્ચે થયેલી સુનાવણીમાં આ વિવાદનો ઉકેલ વાતચીતથી લાવવા માટે સેવાનિવૃત ન્યાયમૂર્તિ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની મધ્યસ્થીની પેનસ પાસે મોકલ્યો હતો.

આ પણ વાંચોઃ આવી રીતે નહીં થાય અયોધ્યા વિવાદનું નિવારણ, વટહુકમ લાવો

પેનલને 8 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો અને ચાર અઠવાડિયામાં પ્રગતિનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. આ પેનલમાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સભ્ય છે. કોર્ટે આ પેનલની કાર્યવાહી ગુપ્ત રાખવાનું કહ્યું હતું જેથી તે પ્રભાવિક ન થાય. આ પેનલે પોતાનો રિપોર્ટ આપી દીધો છે. જેના પર આજે સુનાવણી થશે.

ayodhya ayodhya verdict supreme court