MP સરકારનું ફરમાન: નસબંધીનો ટાર્ગેટ પૂરો ન થાય તો પગાર નહીં મળે

22 February, 2020 01:37 PM IST  |  Ranchi

MP સરકારનું ફરમાન: નસબંધીનો ટાર્ગેટ પૂરો ન થાય તો પગાર નહીં મળે

કમલનાથ

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારે નસબંધીને લઈને જારી કરેલા ફરમાનથી વિવાદ છેડાઈ ગયો છે. સરકારે નસબંધીને લઈને સ્વાસ્થ્ય કર્મચારીઓને ટાર્ગેટ આપ્યો છે. જે પ્રમાણે દર મહિને પાંચથી દસ પુરુષોની નસબંધી ફરજિયાત કરવામાં આવી છે અને જો આ ટાર્ગેટ પૂરો નહીં થાય તો હેલ્થ વર્કરોને પગાર નહીં મળે તેવી ધમકી પણ આપવામાં આવી છે.

સરકારના આ ફરમાન પર હેલ્થ વર્કરનું કહેવું છે કે ઘરે ઘરે જઈને પરિવાર નિયોજન માટે અભિયાન ચલાવી શકાય છે, પણ લોકોને જબરદસ્તી નસબંધી માટે તૈયાર કરવા શક્ય નથી.

હાલમાં રાજ્યમાં ફર્ટિલિટી રેટ ત્રણનો છે. જે ઘટાડીને ૨.૧ કરવાનું સરકારનો લક્ષ્યાંક છે. આ માટે દરેક વર્ષે સાત લાખ નસબંધી ઑપરેશન કરવાના છે. જોકે ગયા વર્ષે સાત લાખની જગ્યાએ માત્ર કેટલાક હજાર જ ઑપરેશન થયા હતા, જેના કારણે હવે સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓને ટાર્ગેટ આપી દીધા છે.

Kamal Nath national news madhya pradesh ranchi