કોરોના અંગે નવી પોલીસી: દર્દીને 10 દિવસમાં મળશે રજા

09 May, 2020 04:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોના અંગે નવી પોલીસી: દર્દીને 10 દિવસમાં મળશે રજા

પ્રતિકાત્મક તસવીર

સ્વાસ્થય મંત્રાલયે કોરોના વાયરસ (COVID-19)ના દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપવા અંગેની નિતિમાં ફેરફાર કર્યો છે. જે દર્દીમાં નજીવા, થોડા પ્રમાણમાં અથવા તો સંક્રમણ અગાઉના લક્ષણ હોય તેને COVID Care સુવિધામાં દાખલ કરવામાં આવશે. તેમના શરીરનું તાપમાન અને ઓક્સિજન સ્તરની નિયમિતપણે તપાસ થશે. આવા દર્દીઓને દસ દિવસ બાદ રજા અઅફી શકાય છે. પરંતુ દર્દીને ત્રણ દિવસ તાવ ન આવે તે જરૂરી છે. ડિસ્ચાર્જ બાદ કોરોના ટેસ્ટ જરૂરી નહીં હોય પરંતુ ઘરે ગયા બાદ સાત દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે.

કોરોનાના સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને ઓક્સિજન વાળા Dedicated COVID Health Centerમાં દાખલ કરવમાં આવશે. શરીરના તપામાન અને ઓક્સિજનની દરરોજ તપાસ થશે. જો દર્દીને ત્રણ દિવસમાં તાવ ઉતરી જાય અને ત્યારપછી ચાર દિવસ ઓક્સિજન સેચ્યુરેશન લેવલ 95 ટકાથી વધારે રહે છે તો દસ દિવસ બાદ રજા આપી શકાય છે. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ ન પડતી હોવી જોઈએ. મોડરેટ કેસમાં પણ ડિસ્ચાર્જ અગાઉ ટેસ્ટની જરૂર નહીં રહે.

જે દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર નહીં હોય અને ત્રણ દિવસમાં તાવ પણ ઉતર્યો નહીં હોય તો તેમને બીમારીના લક્ષણોનો સંપુર્ણ રીતે અંત આવ્યા બાદ રજા આપવામાં આવશે. જો કે સતત ત્રણ દિવસ સુધી બ્લડમાં ઓક્સિજન લેવલ જળવાઈ રહેવું જોઈએ.

ગંભીર દર્દીઓને સંપુર્ણપણે રિકવરી થયા બાદ જ રજા મળશે. ડિસ્ચાજ આપવા પહેલા કોરોનાનો ટેસ્ટ પણ થશે. ત્યારે તેમનો રીડોર્ટ નેગેટીવ અવવો જરૂરી છે. ગંભીર કેસમાં એવા દર્દીઓનો સમાવેશ થાય છે જેમની હિસ્ટ્રીમાં પહેલેથી જ કોઈ ગંભીર બિમારી હોય અને તેને લીધે ઈમ્યુનિટીની ઉણપ ધરાવતા હોય.

coronavirus covid19 national news