સ્પોટ્ર્સ માટે મોદી સાથે મળીને સચિનો બનાવ્યો મેગા પ્લાન

08 November, 2014 04:29 AM IST  | 

સ્પોટ્ર્સ માટે મોદી સાથે મળીને સચિનો બનાવ્યો મેગા પ્લાન


ગઈ કાલે લંડનમાં આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’ના લોકાર્પણ દરમ્યાન સચિન તેન્ડુલકરે જણાવ્યું હતું કે ‘રમતગમતના ક્ષેત્રે સમગ્ર દેશમાં એક વિસ્તૃત યોજનાનો પ્રસ્તાવ મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કર્યો છે. એની વિગતો થોડા સમય બાદ જાહેર કરીશું.’ ર્લોડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પુસ્તકના લોકાર્પણ-પ્રસંગે રાજ્યસભાના સંસદસભ્ય રહેલા સચિન તેન્ડુલકરે રાજકારણમાં જોડાવાની કોઈ પણ યોજના હોવાની વાતને રદિયો આપતાં કહ્યું હતું કે ‘હું એક સ્ર્પોટ્સમૅન છું અને કાયમ સ્પોટ્ર્‍સમૅન જ રહેવા માગું છું. મેં રજૂ કરેલા પ્રસ્તાવમાં મારી યોજનાઓ જણાવી છે. વડા પ્રધાને પણ એમાં રસ દેખાડ્યો છે.’

થોડા સમય પહેલાં મેં સરકાર સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો એમ જણાવતાં સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ‘તાજેતરમાં જ હું વડા પ્રધાનને પણ મળ્યો હતો અને મારી યોજનાઓ વિશે તેમની સાથે ચર્ચા કરી હતી. વડા પ્રધાને પણ એમાં ઘણો રસ દાખવ્યો હતો. ત્યાર બાદ હું તેમની ટીમના અન્ય સભ્યોને તરત મળ્યો હતો. અમે જેકાંઈ કામ કરી રહ્યા છીએ એ વિશે તમને જાણકારી આપવામાં આવશે.’લંડનમાં પુસ્તકના લોકાર્પણ વખતે ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન પણ તેની સાથે હતો. સચિને આત્મકથામાં તેને બેસ્ટ કૅપ્ટન તરીકે નવાજ્યો છે.