હાથરસ ગેંગરેપ: પીડિતા જીવનની જંગ હારી, બાજરાના ખેતરમાં કરાયો હતો રેપ

29 September, 2020 02:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હાથરસ ગેંગરેપ: પીડિતા જીવનની જંગ હારી, બાજરાના ખેતરમાં કરાયો હતો રેપ

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત છોકરી અંતે જીવનની જંગમાં હારી ગઈ છે. મંગળવારે મધરાતે ત્રણ વાગ્યે તેણે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો છે. 14 સપ્ટેમ્બરે ગેંગરેપ પછી બદમાશોએ તેની જીભ કાપી નાખી હતી અને કરોડરજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું. તે બાજરીના ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી હતી.

બે સપ્તાહ પહેલા એટલે કે 14 સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાએ આજે અંતિમ શ્વાસ લેતા પરિવારજનોને ખુબ શોકમાં છે. 14 સપ્ટેમ્બરે સવારે પીડિતા, તેનો મોટો ભાઈ અને માતા જંગલમાં ઘાસ કાપવા ગયા હતા. મોટો ભાઈ ઘાસનો ઢગલો લઈને ઘરે જતો રહ્યો હતો. માતા આગળ આગળ ઘાસ કાપતી હતી અને પીડિતા પાછળ થોડેક દૂર તે ભેગુ કરતી હતી. આ દરમિયાન ચાર જણે તેના ગળામાં મોટો દુપટ્ટો નાખીને બાજરીના ખેતરમાં ખેંચી ગયા હતા અને ત્યા તેનો ગેંગરેપ કર્યો હતો. આતોપીઓએ પીડિતાની જીભ કાપી નાખી હતી અને કરોડરજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, પીડિતાના પિતાનું કહેવું છે કે, આ લોકો તેમના ગામના ઠાકુર છે. આ લોકોએ તેમની દીકરી સાથે ખરાબ વર્તન કર્યું એ પહેલાં તેમના પિતા સાથે પણ મારઝૂડ કરી હતી. તેમની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. આરોપીઓની માનસિકતા પહેલેથી આવી જ છે. તેઓ તેમને ડરાવતા-ધમકાવતા રહેતા, તેને આ લોક સહન કરતા અને વિચારતા કે જવા દઈએ. પણ હવે તેમણે દીકરીને નિશાન બનાવ્યું છે. 13 દિવસ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં સારવાર કરાવ્યા પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા સોમવારે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

હાથરસ પોલીસે અત્યારસુધીમાં સંદીપ, રામકુમાર, લવકુશ અને રવિ નામની ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ચારેય કથિત ઉચ્ચ જાતિના છે. જોકે દલિત સંગઠનોનો આરોપ છે કે પોલીસે તેમાં ભીનું સકેલવાની કોશિશ કરી છે. ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓ પીડિતાના ગામની જ છે અને તેમનું ઘર પણ પીડિતાના ઘરથી નજીક છે. પરિવારનો આરોપ છે કે તેઓ પહેલેથી દાદાગીરી કરતા આવ્યા છે. પીડિતાના ભાઈ અને પિતા કહે છે કે ઘટના પછી આરોપીઓ તરફથી તેમને ધમકીઓ આપવામાં આવી હતી. હવે ગામમાં પીએસી તહેનાત કરવામાં આવી છે.

national news uttar pradesh Crime News