હાથરસ ગેંગરેપ: પોલીસે જ અંતિમ સંસ્કાર કર્યા, પરિવારને શબ ન સોપ્યું

30 September, 2020 11:45 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

હાથરસ ગેંગરેપ: પોલીસે જ અંતિમ સંસ્કાર કર્યા, પરિવારને શબ ન સોપ્યું

પીડિતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ રાતે 2.40 વાગ્યે જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

ઉત્તર પ્રદેશના હાથરસના બુલવાડીમાં ગેંગરેપનો શિકાર પીડિતાના મોત બાદ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. પીડિતાએ દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. પોલીસ મંગળવારે રાતે 12.50 વાગ્યે શબને તેના પિતાના ગામે લાવવામાં આવ્યો હતો. જોકે છોકરીના ઘરના સભ્યોને શબ સોંપવામાં આવ્યું ન હતું. દિલ્હીથી શબ લાવ્યા બાદ પોલીસે તેને પરિવારને ન સોંપ્યો અને રાત્રે જ કોઈ વિધિ કર્યા વગર જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસ અને વહીવટીતંત્રના આ વલણથી પરિજનો તથા ગામ લોકોમાં ભારે આક્રોશ છે. એટલું જ નહીં મીડિયાને પણ કવરેજથી રોકી દેવામાં આવ્યું અને ખરાબ વર્તન કરવામાં આવ્યું.

આ પહેલા જ્યારે શબને ગામમાં લઈ જવામાં આવ્યું તો તેને પરિવારજનોને સોંપવામાં આવ્યું. ત્યારબાદ પરિવારજનોએ એમ્બ્યુલન્સની સામે સૂઈ જઈને આક્રોશ વ્યક્ત કર્યો. આ દરમિયાન એસડીએમ પર પરિવારજનોની સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ પોલીસ અને ગામ લોકોમાં ઘર્ષણ થઈ ગયું. મૂળે પરિવારજનો રાતમાં શબના અંતિમ સંસ્કાર કરવા માંગતા નહોતા. જ્યારે પોલીસ તાત્કાલિક અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી. ત્યારબાદ અડધી રાત બાદ લગભગ 2:40 વાગ્યે કોઈ પણ વિધિ વગર અને પરિવારજનોની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. અંતિમ સમયે પોતાની પુત્રીનો ચહેરો જોવા માટે તેનાં માતા-પિતા અને ભાઈ તડપી રહ્યાં હતાં. પોલીસ પર આરોપ છે કે, તેમણે અંતિમ સંસ્કાર દરમિયાન પીડિતાના પરિવારના એકપણ સભ્યને હાજર રહેવા ન દીધા અને જાતે જ અંતિમ સંસ્કાર કરી દીધા.

આ પણ વાંચો: હાથરસ ગેંગરેપ: પીડિતા જીવનની જંગ હારી, બાજરાના ખેતરમાં કરાયો હતો રેપ

આરોપીઓના જણાવ્યા મુજબ હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના એક ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર લોકોએ 19 વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ કર્યો હતો. દુષ્કર્મ પછી આરોપીઓએ પીડિતની કરોડરજ્જુ તોડી નાખી હતી અને તેની જીભ પણ કાપી નાખી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું. ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસનો દાવો છે કે ગેંગરેપ અને જીભ કપાઈ હોવાનો દાવો અલગ છે.

national news uttar pradesh Crime News