હાથરસ કેસ:હાઈ કોર્ટ કરશે તપાસનું મૉનિટરિંગ

28 October, 2020 12:39 PM IST  |  New Delhi | Agencies

હાથરસ કેસ:હાઈ કોર્ટ કરશે તપાસનું મૉનિટરિંગ

પ્રતીકાત્મક તસવીર

હાથરસના બુલગઢી ગામમાં દલિત યુવતી સાથે થયેલા કથિત ગૅન્ગરેપ અને હત્યાના મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની તપાસની દેખરેખ અલાહાબાદ હાઈ કોર્ટ કરશે.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની બેન્ચે કહ્યું, જ્યાં સુધી આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો સવાલ છે તો પહેલાં સીબીઆઇ પોતાની તપાસ પૂરી કરી લે, એ પછી કેસ ટ્રાન્સફર પર નિર્ણય લઈશું. સીબીઆઇ પોતાનો સ્ટેટ્સ રિપોર્ટ અલાહાબાદ હાઈ કોર્ટમાં રજૂ કરશે. પીડિતના પરિવાર અને સાક્ષીઓની સુરક્ષા સહિત આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓને અલાહાબાદ હાઈ કોર્ટ જોશે.
૧૫ ઑક્ટોબરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. આ મામલામાં પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહ અને વકીલ ઇન્દિરા જય સિંહે અરજીઓ કરી હતી. તેમણે સીબીઆઇ તપાસની દેખરેખ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ કે હાલના
જજ પાસે કરાવવા અને પીડિત
પરિવાર-સાક્ષીઓને યૂપી પોલીસની જગ્યાએ કેન્દ્રીય સિક્યૉરિટી અપાવવાની અપીલ કરી હતી.

national news Crime News