હાથરસમાં પીડિતાના ગામ પહોંચી સીબીઆઇની ટીમ

14 October, 2020 11:39 AM IST  |  New Delhi | Agency

હાથરસમાં પીડિતાના ગામ પહોંચી સીબીઆઇની ટીમ

હાથરસ પીડિતાના ઘરે પહોંચી સીબીઆઇની ટીમ

સીબીઆઇની એક ટીમે હાથરસમાં ગઈ કાલે ૧૯ વર્ષની દલિત મહિલા સાથે થયેલા કથિત દુષ્કર્મ બાદ તેના પરિવારજનોની તપાસ કરી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બે દિવસ પહેલાં નોંધાયેલા એફઆઇઆર બાદ સીબીઆઇની ટીમ ગઈ કાલે બુલગર્હી ગામ પહોંચી હતી જ્યાં મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ ૧૪ સપ્ટેમ્બરે તેનું નિધન થયું હતું. આ સમયગાળામાં તેના ભાઈની અટક થઈ હોવાની અફવાઓ ફેલાઈ હતી પણ પછીથી સીબીઆઇએ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે તેના ભાઈની ધરપકડ કરવામાં નથી આવી.

પીડિતાના પરિવારજનોને મળીને સીબીઆઇએ તેમની સામાન્ય વિગતો સહિત ઘટનાના દિવસે થયેલા કામકાજ વિશે જાણકારી મેળવી હતી. અધિકારીઓએ સ્થાનિક પોલીસને લગભગ એક મહિના બાદ ઘટનાસ્થળને કોર્ડન કરી દેવા જણાવ્યું હતું. ચંડીલલિતપુર ઃ (જી.એન.એસ.) ઉત્તર પ્રદેશના લલિતપુરમાં હવે એક દલિત વૃદ્ધ અને તેના પુત્રને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તેમને બળજબરીથી પેશાબ પીવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૬૫ વર્ષના દલિત વૃદ્ધને સોમવારે રાત્રે એક વ્યક્તિએ કથિત રીતે માર માર્યો હતો અને પેશાબ પીવાની ફરજ પાડી હતી. વૃદ્ધ પુરુષનો આરોપ છે કે તેણે ગયા સપ્તાહે આરોપીઓ વિરુદ્ધ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો, જેને પાછો ખેંચી લેવા માટે તેમને ઢોર માર માર્યો હતો.

રોડા ગામના રહેવાસી ૬૫ વર્ષના અમરનો દાવો છે કે સોનુ યાદવ નામના શખ્સે તેમને કપમાં ભરીને તેનું પેશાબ પીવા માટે દબાણ કર્યું હતું. આ બાબતની ફરિયાદ પણ થઈ હતી.ગઢના એન્ટિ કરપ્શન બ્યુરોથી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સીમા પહુજા આ કેસની ઇન્વેસ્ટિગેશન ઑફિસર તરીકેની જવાબદારી સંભાળી રહી છે. અધિકારીઓની સાથે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ બારિકાઈથી તપાસ કરી હતી.

Crime News national news sexual crime new delhi uttar pradesh