હાથરસના આરોપીઓની એસપીને ચિઠ્ઠી, યુવતીની માં અને ભાઇએ ઢોર માર માર્યો હતો

08 October, 2020 11:27 AM IST  |  Hathras | Gujarati Mid-day Online Correspondent

હાથરસના આરોપીઓની એસપીને ચિઠ્ઠી, યુવતીની માં અને ભાઇએ ઢોર માર માર્યો હતો

ચિઠ્ઠીને આધારે ઓનર કિલિંગ હોઇ શકેની શંકા જાય છે

હાથરસ મામલામાં હવે એક નવો જ વળાંક આવી રહ્યો છે. આરોપીએ જેલમાંથી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ નિર્દોષ છે અને માટે જ આ મામલાની વધુ તપાસ થવી જોઇએ. આરોપી સંદીપના મતે યુવતીની હત્યા તેનાં જ ઘરનાં લોકોએ કરી હતી. સંદીપે એસપીને લખેલા પત્રમાં જણાવાયું છે કે તેમના પર ખોટા આક્ષેપ છે અને તેની સાથે રવિ અને રામુ જે તેના સંબંધી છે તેમને પણ ફસાવવામાં આવ્યા છે. સંદિપે લખ્યું છે કે જે છોકરી મૃત્યુ પામી તે તેના ગામની જ હતી અને તેમની વચ્ચે દોસ્તી હતી, ક્યારેક તેઓ ફોન પર પણ વાતો કરતા હતા અને ઘરનાં લોકોને આ દોસ્તી પસંદ ન હતી. જે દિવસે દુર્ઘટના થઇ તે દિવસે છોકરી અને સંદીપ ખેતરમાં મળ્યા હતા અને સાથે તેની માં તથા ભાઇ હતા. સંદીપે પત્રમા લખ્યા અનુસાર તે તો પોતાની દોસ્તને મળીને ઘરે જતો રહ્યો હતો પણ તેને જાણવા મળ્યું કે છોકરીના ભાઇ અને માંએ તેને બહુ મારી હતી કારણકે તે મને મળતી હતી અને આ મારથી અધમુઇ થઇ ગયેલી છોકરીનો અડધે  રસ્તે જ જીવ ચાલ્યો ગયો હતો. આ મામલે છોકરીના માં અને ભાઇએ મારા સહિત ત્રણ જણાને ખોટા આરોપ હેઠળ જેલ ભેગા કર્યા છે અને અમને નિર્દોષોને તમે ન્યાય અપાવો."

જેલ સુપ્રિન્ટેન્ડન્ટ આલોક સિંહના મતે જેલનો કેદી કોઇને પણ ચિઠ્ઠી મોકલી શકે છે અને આ ચિઠ્ઠી સંદિપે ગઇકાલે બપોરે બંધ કવરમાં આપી હતી જે સાંજ સુધીમાં એસપીને પહોંચાડવામાં આવી હતી.

national news uttar pradesh