હરિયાણામાં ચાઉમીન ખાતાં ત્રણ વર્ષના બાળકનાં ફેફસાં ફાટી ગયાં

25 June, 2019 08:32 AM IST  |  યમુનાનગર

હરિયાણામાં ચાઉમીન ખાતાં ત્રણ વર્ષના બાળકનાં ફેફસાં ફાટી ગયાં

હરિયાણામાં ચાઉમીન ખાતાં ત્રણ વર્ષના બાળકનાં ફેફસાં ફાટી ગયાં

ચાઇનીઝ ખાનારાઓ માટે આ સમાચાર ખાસ વાંચવા જેવા છે. જી હા, હરિયાણાના યમુનાનગરમાં ૩ વર્ષના બાળકનાં ફેફસાં ચાઉમીન ખાવાથી ફાટી ગયાં. ચાઉમીનમાં નખાતી ચટણી ખાવાથી બાળક અચાનક જ બીમાર પડતાં હૉસ્પિટલ લઈ જવાયું હતું અને ત્યાં જઈ હકીકત જાણી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું.

મળતી માહિતી પ્રમાણે ચાઉમીનની ચટણીમાં ઍસેટિક ઍસિડ હોવાથી બાળકનું શરીર દાઝી ગયું હતું અને ફેફસાં ખરાબ થઈ ગયાં. બાળકને જ્યારે દવાખાને લઈ જવાયો ત્યારે તેનું શરીર કાળું પડી ચૂક્યું હતું. એ સમયે તેનું બ્લડ પ્રેશર પણ લગભગ શૂન્ય હતું. ડૉક્ટરે કહ્યું કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એક્સ-રે કાઢવા પર બાળકનાં બન્ને ફેફસાં ફાટી ગયેલાં દેખાયાં હતાં.

બાળકના પિતાનું કહેવું છે કે તેણે ચાઉમીનમાં નખાતી ચટણી વધુ ખાઈ લીધી હતી. બાળકના પિતા મંજૂરના હાથ પર પણ સૉસ પડતાં હાથ દાઝી ગયો હતો.

આ પણ વાંચો : GST માં પેટ્રોલ-ડિઝલ લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને આપ્યા સંકેત

આ વિશે ડૉક્ટર્સનું કહેવું છે કે આ પ્રકારનો કિસ્સો પહેલી વખત સામે આવ્યો છે. ડૉક્ટર્સના મતે ઍસેટિક ઍસિડના લીધે તેનાં ઑર્ગન અંદરથી બળી ચૂક્યાં હતાં. ડૉક્ટરે ઑપરેશન કર્યું ત્યારે સારવાર દરમ્યાન ત્રણ વખત તેના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ૧૬ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ હવે ધીમે-ધીમે તેની સ્થિતિમાં સુધારો થયો છે. બહુ મુશ્કેલથી બાળકનો જીવ બચાવી શક્યા છીએ.

haryana national news