લાખોમાં મળતી સ્ટાઈલ આઈકન હાર્લી ડેવિડસન ભારતમાં નહીં મળે

24 September, 2020 09:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાખોમાં મળતી સ્ટાઈલ આઈકન હાર્લી ડેવિડસન ભારતમાં નહીં મળે

ફાઈલ તસવીર

બાઈક રાઈડર્સ માટે એક ખરાબ સમાચાર છે. લાખોમાં મળતી સ્ટાઈલ આઈકન હાર્લી ડેવિડસન હવે ભારતના રસ્તામાં આગામી સમયમાં નહી દેખાય. કંપનીએ જાહેર કર્યું કે, તે ભારતમાં સંપૂર્ણપણે પોતાનો વેપાર બંધ કરવા માગે છે.

કંપની હરિયાણાનો પ્લાન્ટ બંધ કરશે અને ગુરગામમાં સેલ્સ ઓફિસ પણ બંધ કરશે. કંપનીએ આશ્વાસન આપ્યું છે કે, તે ભારતના વર્તમાન ગ્રાહકો સાથે જોડાયેલી રહેશે અને તેમને સપોર્ટ કરતી રહેશે. કંપનીના ડિલર નેટવર્ક ચાલુ રહેશે, જે કોન્ટ્રેક્ટના આધારે હશે, એમ પણ હાર્લી ડેવિડસને કહ્યું છે.

કંપની ભારતમાંથી હાલ 70 જેટલા કર્મચારીઓને છૂટા કરશે.

કંપનીની ‘રિવાયર’ યોજના અંતર્ગત આ નિર્ણય લીધો છે, જોકે સારા સમાચાર એ છે કે કંપનીની નવી યોજના ‘ધ હાર્ડવાયર’ 2021-2025 સુધી ચાલશે જેમાં કંપની પોતાની બ્રાન્ડનો વ્યાપ વધારશે તેથી સૂત્રોનું કહેવું છે કે આગળના સમયમાં ભારતમાં બિઝનેસ કરવા માટે તેઓ સ્થાનિક કંપની સાથે ભાગીદારી કરી શકે છે.

national news automobiles