ગેંગરેપ પ્રકરણ : "મને આપી દો ફાંસી"

19 December, 2012 11:26 AM IST  | 

ગેંગરેપ પ્રકરણ : "મને આપી દો ફાંસી"




નવી દિલ્હી : તા. 19 ડિસેમ્બર

સામુહિક બળાત્કારના તમામ આરોપીઓને પોતાના કુકર્મ પર ભારોભાર પછતાવો થઈ રહ્યો છે અને જ્યારે વિનય શર્મા નામના આરોપીએ ગુનાની સજાના ભાગરૂપે તેને ફાંસીના માચડે લટકાવવાની માંગણી કરી હતી. અદાલતે વિનય અને પવન નામના આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાંડ પર જ્યારે મુકેશને જેલ મોકલી આપ્યો હતો. સામુહિક બળાત્કારનો એક આરોપી બિહારના ઔરંગાબાદનો રહેવાસી હતો જેની બિહાર પોલીસે ધરપકડ કરી દિલ્હી લાવવામાં આવ્યો હતો. અગાઉ તમામ આરોપીઓએ ઓળખપરેડમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો.



ઉલ્લેખનીય છે કે ગત રવિવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ દિલ્હીમાં મેડિકલની વિદ્યાર્થી પર તેના બોયફ્રેન્ડની હાજરીમાં જ છ-છ નરાધમોએ ચાલુ બસે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ વિદ્યાર્થીની અને તેના મિત્રને લોખંડના રોડ વડે માર મારી ચાલુ બસે રોડ પર નગ્નવસ્થામાં ફેંકી દેવામાં આવ્યા હતાં. આ ઘટનના સંસદ અને રાજધાની દિલ્હી સહિત દેશભરમાં આકરા પડઘા પડ્યા હતાં. દેશમાં ચારેકોરથી બળાત્કારના તમામ નરાધમોને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગ થઈ રહી છે. આ ઘટનાને પગલે બળાત્કારીઓને મોતની સજા ફરમાવવાની જોગવાઈ ધરાવતુ કાયદાકીય સુધારા માટેનું બિલ સંસદમાં તાત્કાલિક ધોરણે પસાર કરવાની ગતિવિધિઓએ પણ જોર પકડ્યું છે.