હિમંતા બિસ્વા સરમા આસામના નવા મુખ્ય પ્રધાન બનશે

10 May, 2021 01:42 PM IST  |  Guwahati | Agency

ગઈ કાલે આસામ વિધાનસભામાં નવા ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં હિમંતા બિસ્વા સરમા વિધાનસભા પક્ષના નેતાપદે ચૂંટાતાં તેઓ એ રાજ્યના મુખ્ય પ્રધાન બનશે.

ગઈ કાલે ગુવાહાટીમાં વિદાય લેતા મુખ્ય પ્રધાન સોનોવાલ (જમણે) સાથે ખુશખુશાલ નવા ચીફ મિનિસ્ટર હિમંતા બિસ્વા સરમા. પી.ટી.આઇ.

ગઈ કાલે આસામ વિધાનસભામાં નવા ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં હિમંતા બિસ્વા સરમા વિધાનસભા પક્ષના નેતાપદે ચૂંટાતાં તેઓ એ રાજ્યના મુખ્ય પ્રધાન બનશે. તાજેતરની આસામ વિધાનસભાની ચૂંટણીમાં વિજય સાથે એ રાજ્યમાં સતત બીજી વખત બીજેપી સત્તાધારી પક્ષ બન્યો હતો. ગુવાહાટીમાં આસામના વિધાન ભવનના પરિસરમાં યોજાયેલી બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં બાવન વર્ષના હિમંતા બિસ્વા સરમા નેતાપદે ચૂંટાયા હતા. એ બેઠકમાં વિદાય લેતા મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ તથા ચાર કેન્દ્રીય નિરીક્ષકો ઉપસ્થિત હતા. સોનોવાલે આસામ વિધાનસભા પક્ષના નેતાપદ માટે હિમંતાના નામની ભલામણ કરી હતી અને અન્યોએ સમર્થન આપ્યું હતું.

વર્ષ ૨૦૦૧થી હિમંતા બિસ્વા સરમા પાંચ ટર્મ સુધી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલના પ્રધાનમંડળમાં તેમને મહત્ત્વનું સ્થાન અપાયું હતું.

national news assam