દિલ્હી નજીક આવેલું ગુરુગ્રામ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

06 March, 2019 08:36 AM IST  | 

દિલ્હી નજીક આવેલું ગુરુગ્રામ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

ગઈ કાલે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે પણ જોવા મળેલો ટ્રાફિક જૅમ.

દુનિયાનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૭ ભારતમાં છે. આઇક્યુ ઍર વિઝ્યુઅલ ૨૦૧૮ અને ગ્રીનપીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજધાની દિલ્હીના સાઉથ-વેસ્ટમાં આવેલું ગુરુગ્રામ સૌથી પ્રદૂષિત શહેર છે. આ ઉપરાંત નૅશનલ કૅપિટલ રીજન ૨૦૧૮માં સૌથી પ્રદૂષિત ક્ષેત્ર જાહેર થયું છે. નવા પ્રદૂષણ રિપોર્ટ મુજબ ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, નોએડા અને ભિવાડી સૌથી ખરાબ રીતે પ્રભાવિત શહેરોમાં સામેલ છે. પાકિસ્તાનના ફૈસલાબાદ સાથે આ તમામ પાંચેય શહેરો ટૉપનાં છ શહેરોમાં સામેલ છે. ગુરુગ્રામ અને ગાઝિયાબાદ પછી ફૈસલાબાદ ત્રીજા નંબર પર છે. તો પટના સાતમા ક્રમાંક પર , લખનઉ નવમા અને લાહોર દસમા ક્રમાક પર છે. ગયા વર્ષે દુનિયાનાં ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૧૮ ભારત, પાકિસ્તાન અને બંગલા દેશમાં હતાં.

gurugram delhi national news