વૃક્ષ કપાતું બચે એ માટે છોકરીએ ડૂડલમાં વૃક્ષને જૂતાં પહેરાવ્યાં...

16 November, 2019 08:24 AM IST  |  Haryana

વૃક્ષ કપાતું બચે એ માટે છોકરીએ ડૂડલમાં વૃક્ષને જૂતાં પહેરાવ્યાં...

ગૂગલ ડૂડલ

હરિયાણાના ગુડગાંવમાં રહેતી સાત વર્ષની દિવ્યાંશી સિંઘલ રજાના દિવસોમાં નાનીને ત્યાં લખનઉ ગઈ હતી. જ્યાં તેના ઘરની આસપાસના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. એ જોઈને તે ખૂબ રડી. તેને સ્કૂલમાં ભણાવાયેલું કે વૃક્ષો કાપવાને કારણે આપણને ઓછો ઑક્સિજન મળે છે. રડતી બાળકીને શાંત કરવા તેની મમ્મીએ તેને ફોસલાવીને બીજે મન પરોવાય એ માટે ડ્રૉઇંગ શીટ આપીને કહ્યું કે કપાતાં વૃક્ષો જોઈને તેને જે વિચાર આવતો હોય એનું દૃશ્ય તે કાગળ પર દોરે. દિવ્યાંશીએ જે ચિત્ર દોર્યું એમાં વૃક્ષો તો હતાં જ પણ એની નીચે જૂતાં પહેરાવ્યાં. તેને લાગતું હતું કે જો ઝાડ પાસે જૂતાં અને પૈડાં હોય તો જ્યારે કોઈ એને કાપવા આવે ત્યારે એ પોતાને બચાવી શકશે. દિવ્યાંશીની મા દીપ્તિએ આ પેઇન્ટિંગને ગૂગલ દ્વારા આયોજિત ધ વૉકિંગ ટ્રીમાં મોકલી આપ્યું. નવાઈની વાત એ છે કે દિવ્યાંશીના આ પેઇન્ટિંગને ૧.૧ લાખ સ્પર્ધકોમાંથી નંબર વન મળ્યો. ચિલ્ડ્રન્સ ડે પર ગૂગલે આખો દિવસ આ ડૂડલ આખા દેશમાં દેખાડ્યું. વળી, પ્રાઇઝમાં દિવ્યાંશીને પાંચ લાખ રૂપિયાની કૉલેજની અને બે
લાખ રૂપિયાની સ્કૂલની સ્કૉલરશિપ આપવામાં આવશે.

google national news