ભુજ અને નલિયામાં રેકૉર્ડબ્રેક ઠંડી, ડીસાનું લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી

30 December, 2019 09:27 AM IST  |  Gandhinagar

ભુજ અને નલિયામાં રેકૉર્ડબ્રેક ઠંડી, ડીસાનું લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી

કોલ્ડ-વૅવ

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. ડીસા, ભુજ અને નલિયામાં રેકૉર્ડબ્રેક ઠંડી પડી છે જેમાં ડીસાના લઘુતમ તાપમાને ૧૦ વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે. ગઈ કાલે ડીસાનું લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી નોંધાયું હતું ત્યારે રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે હવામાન વિભાગના અવલોકન મુજબ ડીસાનું લઘુતમ તાપમાન ૭.૪ ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજ્યના સૌથી વધુ ઠંડા વિસ્તાર નલિયામાં ૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે ગઈ કાલે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ૪૮ કલાક કોલ્ડ વેવની સ્થિતિ ગુજરાતમાં રહેશે. ખાસ કરીને બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં શીતલહેર ફરી વળશે.

આ પણ વાંચો : સુરત : બાળકોની તસ્કરી કરી મજૂરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું

હવામાન વિભાગના તાજેતરના અવલોકન મુજબ રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨.૩ ડિગ્રી, વડોદરા ૧૧.૪ ડિગ્રી, સુરત ૧૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે; જ્યારે રાજકોટ ૧૦.૩ ડિગ્રી, ભાવનગર ૧૪.૫ ડિગ્રી, પોરબંદર ૧૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ઠેર ઠેર લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાંનો સહારો લઈ રહ્યા છે. રવિવારે સવારે રાજ્યમાં અનેક સ્થળે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં નોંધાયો હતો જેમાં ડીસા ૭.૫ ડિગ્રી, નલિયા ૮.૪ ડિગ્રી, કંડલા ઍરપોર્ટ ૯.૨ ડિગ્રી, ભુજ ૯.૮ ડિગ્રી તાપમાન સાથે ઠંડાગાર રહ્યાં હતાં જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં ૧૦.૨ ડિગ્રી, ગાંધીનગર ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

bhuj gujarat gandhinagar