15% થઈ શકે છે GSTનો સ્ટાન્ડર્ડ રેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત

24 December, 2018 08:47 PM IST  | 

15% થઈ શકે છે GSTનો સ્ટાન્ડર્ડ રેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત

એકસમાન થઈ શકે છે GSTના દર, નાણામંત્રીએ આપ્યા સંકેત


ટુંક સમયમાં તમામ વસ્તુઓ GSTના એક જ ટેક્સ સ્લેબમાં આવી શકે છે. નાણામંત્રીએ સંકેતો આપ્યા છે કે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ GSTનાં એક જ સ્લેબમાં આવી જશે. જેટલીએ કહ્યું કે ભવિષ્યમાં 12 અને 18 ટકાની અંદર એક નવો સ્ટાનડર્ડ ટેક્સ સ્લેબ બની શકે છે. નાણામંત્રીએ ફેસબુક પોસ્ટ કરીને લખ્યું છે કે, ટુંક સમયમાં 28%ના સ્લેબમાંથી ગુટખા, તમાકુ, સિગરેટ સિવાયની ઘણી વસ્તુઓને બાદ કરવામાં આવશે.

22 ડિસેમ્બરે મળેલી GST કાઉંસિલની બેઠકમાં 23 વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય કરાયો છે. બેઠકમાં જેટલીએ કહ્યું કે હવે 28%નાં સ્લેબમાં ફક્ત 28 વસ્તુઓ જ છે. જેમાં 32 ઈંચ સુધીના મોનિટર અને ટીવી સ્ક્રીન, પાવર બેંક, ડિજીટલ કેમેરો, વિડીયો કેમેરો, વિડીયો ગેમ સહિતની ગણી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સિમેન્ટ અને ઑટો પાર્ટ્સ રહેશે 28%ના સ્લેબમાં

સિમેન્ટ અને ઑટો પાર્ટ્સનો પણ 28 ટકાના સ્લેબમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારની પ્રાથમિકતા સિમેન્ટ પર ટેક્સ ઘટાડવાની છે. અન્ય તમામ સામગ્રીઓ 28 થી 18 અથવા 12 ટકાના સ્લેબમાં આવી ગઈ છે.

ભારતમાં દુનિયાની સૌથી ખરાબ ટેક્સ સિસ્ટમ

નાણામંત્રી અરૂણ જેટલીએ એમ પણ કહ્યું કે, ભારતમાં દુનિયાની સૌથી ખરાબ ટેક્સની પદ્ધતિ હતી. છેલ્લા ઘણા સમયથઈ રાજ્ય અને કેંદ્ર સરકાર 17 એવા ટેક્સ લગાવી રહી હતી જેના ભાવ ઘણા વધારે હતા. જેના કારણે મોટાભાગની વસ્તુઓ પર વધારે ટેક્સ લાગતો હતો.

goods and services tax arun jaitley