GST કાઉન્સિલની બેઠક: ઇલેક્ટ્રિક વાહનો & ટેક્ષ પર થઇ શકે છે મોટી જાહેરાત

21 June, 2019 02:12 PM IST  |  New Delhi

GST કાઉન્સિલની બેઠક: ઇલેક્ટ્રિક વાહનો & ટેક્ષ પર થઇ શકે છે મોટી જાહેરાત

New Delhi : નિર્મલા સીતારમણ નાણામંત્રી બન્યા બાદ GST ને લઇને શુક્રવારે પહેલી બેઠક યોજશે. આ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા થશે. જેમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle), ઇનકમ ટેક્ષને લઇને મહત્વની જાહેરાત થઇ શકે તેવી શક્યતાઓ છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી (GST) દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા અને રાષ્ટ્રીય એન્ટી-પ્રોફિટ ઓથોરિટી (NAA)ને 1 વર્ષનો વિસ્તાર આપવા પર વિચાર કરવામાં આવી શકે છે.

જીએસટી પરિષદની આ 35મી બેઠક હશે. સીતારમણના નેતૃત્વમાં આ પહેલીવાર યોજાનારી પરિષદની આ બેઠકમાં સિંગલ પોઇન્ટ રીફંડ સિસ્ટમ અને ઇ-ચલણ (ઇ-ઇનવોઇસ) ઇશ્યૂ કરવા માટે કંપનીઓ માટે એક સિસ્ટમ પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચો : સારા સમાચાર, મફતમાં ફાઈલ કરી શકાશે GST રિટર્ન, 80 લાખ વેપારીઓને લાભ

GST બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા

1) રાજ્યોને બધા સિનેમાઘરો માટે ઇ-ટિકટિંગને અનિવાર્ય કરવા અંગે પણ નિર્ણય થઇ શકે છે.


2) ઇલેટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે જીએસટી પરિષદ પરિષદ એવા વાહનો પર જીએસટી દરને 12થી ઘટીને પાંચ ટકા કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. પેટ્રોલ, ડીઝલ કારો અને હાઇબ્રિડ વાહનો પર જીએસટી દર સૌથી ઉંચી 28 ટકા દરથી લાગૂ છે. તેના પર પણ કર લગાવ્વામાં આવે છે.

3) ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે જીએસટી પરિષદ એવા વાહનો પર જીએસટી પરિષદ એવા વાહનો પર જીએસટી દરને 12 ટકા અને રાજ્ય અને રાજ્ય લોટરી અધિકૃત પર 28 ટકા જીએસટી લાગે છે.

4) બેઠકમાં 50 કરોડ રૂપિયાથી વધુના બિઝનેસવાળા બિઝનેસ-ટુ-બિઝનેસ એકમોને વેચાણ માટે ઇ-ઇનવોઇસ ઇશ્યૂ કરવા મુદ્દે પણ વિચાર કરવામાં આવશે.

5) પરિષદ લોટરી પર જીએસટી દરમાં ફેરફાર પર વિચાર કરશે. બધા રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી લોટરી 12 ટકા અને રાજ્ય લોટરી અધિકૃત પર 28 ટકા જીએસટી લાગે છે.

6) બેઠકના એજન્ડામાં એક એપ્રિલ 2020થી જીએસટી-ઇવે બિલ સિસ્ટમનું એનએચઆઇની ફાસ્ટેગ સિસ્ટમની સાથે એકીકરણ પણ સામેલ છે. તેનાથી માલની અવરજવર કરવામાં આવી શકે અને જીએસટી ચોરીને રોકી શકાય.

7) પરિષદની બેઠકમાં મહત્વના નિર્ણય AAR માટે રાષ્ટ્રીય પીઠની રચના પર પણ ચર્ચા થશે. તેના દ્વારા વિભિન્ન રાજ્યોમાં એએઆર દ્વારા જાહેર એક જેવા મુદ્દાઓ પર વિરોધાભાઅસી નિર્ણયોના મામલે સમાધાન કરવામાં આવશે જેથી ટેક્સપેયર્સની સામે ચીજોમાં સ્પષ્ટતા આવી શકે.

8) જીએસટી રિફંડની મંજૂરી અને તેની તપાસ માટે સિંગલ પોઇન્ટ સિસ્ટમ પર પણ વિચાર કરશે.

9) જીએસટી કાનૂનમાં ફેરફાર માટે સુધારા બિલના ડ્રાફ પર ચર્ચા થશે. તેનાથી વેપારીઓ અને કંપનીઓને જીએસટી ચૂકવણીમાં થયેલી ભૂલ સુધારવામાં મદદ મળશે.

10) જીએસટી ચૂકવણીમાં મોડું થતાં વ્યાજ ફક્ત કેશવાળા ભાગ પર લાગૂ થશે.

11) રાષ્ટ્રીય એન્ટી-પ્રોફિટ ઓથોરિટીના સંદર્ભમાં પરિષદ તેનો કાર્યકાળ એક વર્ષ વધારીને 30 નવેમ્બર 2020 સુધી કરવા પર વિચાર કરશે.

national news goods and services tax nirmala sitharaman