ભારતનો સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ, વધશે નેટની સ્પીડ

27 December, 2018 01:29 PM IST  | 

ભારતનો સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ, વધશે નેટની સ્પીડ

મોડી રાત્રે GSAT લૉન્ચ કરાયો

ભારતીય અવકાશ એજન્સી ISROએ અત્યાર સુધી પોતાનો સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કરી દીધો છે. ભારતીય સમય પ્રમાણે મંગળવાર-બુધવારની રાત્રે દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાના એરિયાનેસ્પેસના એરિયાને-5 રોકેટ દ્વારા આ સૌથી વધુ વજનદાર ઉપગ્રહ GSAT-11 લૉન્ચ કરી દેવાયો. સેટેલાઈટ લગભગ મોડી રાત્રે 2થી 3.30 વાગ્યાની વચ્ચે લોન્ચ કરાયો.

ISROના કહેવા પ્રમાણે લગભગ 5,854 કિલોગ્રામ વજનનો GSAT-11 ઉપગ્રહ દેશમાં બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

                                                         ક્લીન રૂમમાં રહેલો GSAT (તસવીર સૌજન્યઃ ઈસરો)

સેટેલાઈટની ખાસ વાતો અને ફાયદાઃ

1. આ ઉપગ્રહને ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર ગણાવાઈ રહ્યો છે. આ સેટેલાઈટનું કામ શરૂ થયા બાદ દેશમાં ઈન્ટરનેટ સ્પીડમાં ક્રાંતિ આવશે. GSAT-11 દ્વારા દરેક સેકંડે 100 ગીગાબાઈટ કરતા વધુની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે.

2. GSAT-11માં 40 ટ્રાન્સપોર્ડર કૂ-બેન્ડ અને કા બેન્ડ ફ્રિક્વન્સીમાં છે. તેની મદદથી જ હાઈ બેન્ડવીથ કનેક્ટિવિટી 14 ગિગાવાઈટ/ સેકન્ડ ડેટા ટ્રાન્સફર સ્પીડ શક્ય બનશે.

3. આ સેટેલાઈટની ખાસ વાત એ છે કે તે બીમ્સને વારંવાર વાપરવા સક્ષમ છે. જેના કારણે આખા દેશના ભૌગોલિક ક્ષેત્રને કવર કરી શકાશે. આ પહેલા જે સેટેલાઈટ લૉન્ચ કરાયા હતા, તેમાં બ્રોડ સિંગલ બીમનો ઉપયોગ કરાયો હતો. આ સિંગ બિમ વધુ વિસ્તારને કવર કરવા સક્ષમ નહોતા.

4. GSAT-11માં ચાર વધુ ક્ષમતાવાળા થ્રોપુટ સેટેલાઈટ છે. જે આગામી વર્ષથી દેશમાં દરેક સેકન્ડે 100 ગીગાબાઈટની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપશે. ગ્રામીણ ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિ માટે આ સેટેલાઈટ સૌથી મહત્વનો છે.

isro indian space research organisation