મુંબઈમાં ૨૦૦૮ના આતંકવાદી હુમલા જેવા અટૅકની ફરી દહેશત

14 April, 2015 04:04 AM IST  | 

મુંબઈમાં ૨૦૦૮ના આતંકવાદી હુમલા જેવા અટૅકની ફરી દહેશત



પોતાને મળેલી ગુપ્ત બાતમીનો હવાલો આપતાં કમિશનરે જણાવ્યું હતું કે લશ્કર-એ-તય્યબા ભારત પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. ૮થી ૧૦ સુસાઇડ બૉમ્બરો સમુદ્રના રસ્તે મુંબઈ આવીને રેલવે-સ્ટેશનો અને પૉશ હોટેલોને લક્ષ્ય બનાવશે. પહેલી એપ્રિલે લખેલા પત્રમાં ઉપરોક્ત માહિતી આપવામાં આવી છે. એમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે તેમને સ્થાનિક સહયોગીઓ મદદ કરશે. આ હુમલો આગામી બેથી ત્રણ મહિનામાં થશે.

આ પત્રમાં તમામ પોલીસ-અધિકારીઓને વધારે સાવચેતી વર્તવા અને સુરક્ષા વધારવા જણાવ્યું છે. ખાસ કરીને રેલવે-સ્ટેશનોની નજીક સુરક્ષા વધારવા જણાવવામાં આવ્યું છે.