કશ્મીરના ગની ખાન વિસ્તારમાં ગ્રેનેડથી હુમલો, એકનું મોત, 14 ઘાયલ

04 November, 2019 04:36 PM IST  |  શ્રીનગર

કશ્મીરના ગની ખાન વિસ્તારમાં ગ્રેનેડથી હુમલો, એકનું મોત, 14 ઘાયલ

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો


શ્રીનગરના અમીરાકદલ પુલની પાસે ગની ખાન વિસ્તારમાં સંદિગ્ધ આતંકીવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 14 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકની ઓળખ ઉત્તરાખંડના રિંકૂ સિંહ તરીકે થઈ છે. ઘાયલમાં ત્રણ એસએસબીના જવાનો પણ સામેલ છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી અને આતંકીઓની શોધખોળ હાથ ધરી છે.


પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આતંકવાદીઓએ આ હુમલો લગભગ 1 વાગ્યેને 20 મિનિટે કર્યો. અતિ વ્યસ્ત બજાર હોવાથી ત્યાં લોકોની ભીડ પણ હતી. લોકો શાકભાજી અને ફળોની ખરીદી કરવા માટે આવ્યા હતા. અહીં કોઈ શાંતિનો ભંગ ન કરે તે માટે જવાનો તહેનાત રહે છે. લોકોનું કહેવું છે કે આ સુરક્ષાદળોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો જેનો ભોગ સામાન્ય નાગરિકો પણ બન્યા.

ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર છે. જેમને વધુ સારવાર માટે શ્રીનગરના સોર હૉસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એસએસબીના ત્રણ જવાનો પણ સામેલ છે. જો કે અત્યાર સુધી આધિકારીક રીતે તેની પુષ્ટિ નથી કરવામાં આવી. આતંકીઓને પકડવા માટે સુરક્ષાબળોએ અભિયાન પણ ચલાવ્યું છે. જો કે અત્યાર સુધીમાં કોઈને પકડાવાની સૂચના નથી.

કશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહેલી જોતા હતાશ આતંકવાદીઓએ ઘાટીમાં આ પાંચમો ગ્રેનેડ હુમલો કર્યો છે. જે બજારને આજે નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે ત્યાં આની પહેલા પણ હુમલો થઈ ચુક્યો છે.

srinagar jammu and kashmir terror attack