16 April, 2025 07:31 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરના મુખ્ય શિખરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે
અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરના મુખ્ય શિખરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે અને ગઈ કાલે સવારે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહના મુખ્ય શિખર પર નારિયેળ આકારનો ૩૫૦૦ કિલોગ્રામ વજન ધરાવતો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ગુલાબી પથ્થરથી બનેલા આ કળશને ક્રેનની મદદથી સ્થાપિત કરવામાં આવ્યો હતો. કળશપૂજાની વિધિ સવારે ૯.૧૫ વાગ્યે શરૂ થઈ હતી અને કળશ નીચે નવરત્નોને પણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં હતાં. ૧૦.૩૦ વાગ્યા સુધીમાં આ વિધિ પૂર્ણ થઈ હતી. હવે છ દેવી-દેવતાનાં મંદિરોમાં પણ કળશસ્થાપના થશે અને ત્યાર બાદ દરેક મંદિરમાં ધર્મ ધ્વજ દંડ સ્થાપિત કરવામાં આવશે. ધાતુમાંથી બનેલા ધર્મ ધ્વજ દંડ મંદિરમાં આવી ચૂક્યા છે.