26 June, 2025 07:52 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
જાનકી મંદિર
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સીતામાતાના જન્મસ્થળ સીતામઢી જિલ્લાના પુનૌરાધામમાં બાંધવામાં આવનાર ભવ્ય જાનકી મંદિરની અંતિમ ડિઝાઇન સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. ગૃહપ્રધાન અમિત શાહે થોડા મહિના પહેલાં બિહારમાં ભવ્ય સીતામાતા મંદિર બાંધવાનું વચન આપ્યું હતું.
આ સંદર્ભની પોસ્ટમાં નીતીશ કુમારે જણાવ્યું હતું કે ‘મને તમને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે જગત જનની મા જાનકીના જન્મસ્થળ સીતામઢીના પુનૌરાધામના સર્વાંગી વિકાસ માટે ભવ્ય મંદિર અને અન્ય માળખાઓની ડિઝાઇન હવે તૈયાર છે. આ માટે એક ટ્રસ્ટની રચના પણ કરવામાં આવી છે જેથી બાંધકામકાર્ય ઝડપી બનાવી શકાય. અમે સીતામઢીના પુનૌરાધામમાં ભવ્ય મંદિરનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. પુનૌરાધામમાં મા જાનકીના ભવ્ય મંદિરનું નિર્માણ આપણા બધા બિહારીઓ માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે.’